અંજાર,તા.16 : શહેરના વિવિધ વિસ્તારોમાં નંદીઓના ત્રાસના કારણે નાગરીકોને ભારે હાલાકી વેઠવાનો
વારો આવ્યો છે. શહેરના રામકૃષ્ણ મહાવીર નગર વિસ્તારમાં નંદીઓના યુધ્ધના કારણે સ્થાનિકોએ
ભારે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો ઉઠી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ વાધેલાએ ફરીયાદ
કરતા જણાવ્યુ હતુ કે તાજેતરમાં રામકૃષ્ણ મહાવીર
નગરમાં તાજેતરમાં આખલા યુધ્ધ થયુ હતું.જેમાં
અનેક વાહનોમાં નુકશાન પહોંચ્યુ હતું. પાલિકાના સતાધીશો ધ્વારા લોકોની સમસ્યા ઉકેલવા મુદે
નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. વિપક્ષે આક્ષેપો કરતા કહયુ હતુ કે આ મુદે
રજૂઆત કરવા જઈએ તો પાલિકાના પદાધિકારીઓ હાજર મળતા નથી.તેમજ પાલિકાના મુખ્ય અધિકારી ધ્વારા નંદીઓને રાખવા માટે જગ્યા ન હોવાનુ કહીને બચાવ કરવામાં આવે છે. રોજીંદી પ્રજાકીય
સમસ્યા મુદે યોગ્ય કરવાની તેમણે માંગ કરી હતી.