બેંગ્લુરુ, તા. 16 : વિદર્ભના ઓપનિંગ બેટર અમન મોખાડેએ
લિસ્ટ એ ક્રિકેટમાં ફક્ત 16 ઇનિંગ્સમાં
1000 રન પૂરા કરીને નવો રેકોર્ડ
બનાવ્યો છે. આ મુકામ પહોંચીને તેણે દ. આફ્રિકાના પૂર્વ મહાન બેટધર ગ્રીમ પોલોકના સૌથી ઝડપી 1000 રનના રેકોર્ડની બરાબરી કરી
છે. ગ્રીમ પોલોકે પણ લિસ્ટ એ ક્રિકેટમાં 16 મેચમાં 1000 રન કર્યાં
હતા. વિદર્ભના આ અજાણ્યા બેટધર અમન મોખાડેએ આ મામલે ભારતના બે બેટધર દેવદત્ત પડીકકલ
અને અભિનવ મુકુંદને પાછળ રાખી દીધા છે. આ બન્નેએ લિસ્ટ એ ક્રિકેટની 17 દાવમાં 1000 રન પૂરા કર્યાં હતા. અમન મોખાડેએ
ગઇકાલે વિજય હઝારે ટ્રોફીના સેમિ ફાઇનલમાં 138 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આથી કર્ણાટક સામે વિજય હાંસલ
કરીને વિદર્ભ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 24 વર્ષીય અમન મોખાડે પાછલા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. રણજી
ટ્રોફીમાં તેણે 7 ઇનિંગ્સમાં
3 સદીથી પ77 રન કર્યાં છે. જ્યારે વિજય હઝારે ટ્રોફીમાં 9 ઈનિંગ્સમાં 97.62ની જબરદસ્ત સરેરાશથી કુલ 781 રન કરી ચૂક્યો છે.