• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

મચાડોએ ટ્રમ્પને નોબેલ ભેટ ધર્યો

વોશિંગ્ટન, તા. 16 : વેનેઝુએલેનાં વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી પોતાના નોબેલ શાંતિ પુરસ્કારનો ચંદ્રક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ ધરી દીધો હતો. નોબેલ ટ્રમ્પને સોંપ્યા બાદ મચાડોએ કહ્યું હતું કે, આજે આપણા સૌ વેનેઝુએલાવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. વ્હાઈટ હાઉસ છોડયા બાદ મચાડોએ બહાર ઊમટેલા સમર્થકોને સ્પેનીશ ભાષામાં  જણાવ્યું હતું કે, આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ. જો કે, ટ્રમ્પે હજુ સુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતાનાં રૂપમાં સમર્થન નથી આપ્યું.. તેનાં સ્થાને કાર્યવાહક રાષ્ટ્રપતિ હેલ્સી રોડ્રિગ્સ સાથે કામ કરે છે. ખાસ ઉલ્લેખનીય છે કે, નોબેલનો શાંતિ પુરસ્કાર પોતાને મળે તેવી ઈચ્છા અને દાવો સતત કરતા રહેલા ટ્રમ્પે મરાડોને આ સન્માન મળતાં નારાજગી દર્શાવી હતી. બીજી તરફ નોબેલ સમિતિએ કહ્યું હતું કે, નોબેલ પુરસ્કારની ઘોષણા થઈ ગયા પછી તે રદ ન કરી શકાય કે કોઈ અન્ય વ્યક્તિને હસ્તાંતરિત પણ ન કરી શકાય. 

Panchang

dd