દુધઈ (તા. અંજાર), તા. 16 : તાલુકાના
દુધઈથી બે કિલોમીટર દૂર આવેલ વાસુદેવ ચિંતન કુટિરમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવમાં
રાસોત્સવ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા,
જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વાસુદેવ ચિંતન કુટિર બાપુની ટેકરીએ 34મા વર્ષમાં મંગલ પ્રવેશના ઉપલક્ષમાં આયોજિત
આ મહોત્સવના ભાગરૂપે પાંચથી છ એકરમાં પથરાયેલાં આ સંકુલને અવનવી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું તેમજ રામમંદિરની થીમ ઉપર
ડોમને શણવારવામાં આવ્યો હતો. સંતવાણી કાર્યક્રમમાં
ભજનિક જયદેવ ગુસાઈ, મયૂર દવે,
રાજેશ ગઢવીએ સંગીતના સૂરો રેલાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે 11 કુંડી ગાયત્રી યજ્ઞમાં આચાર્ય રમુ મહારાજ, સચિન મહારાજ શાત્રોક્તવિધિ સંપન્ન કરાવી હતી.
ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ સમૂહપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહ્યા
હતા. ગાયત્રી હવન બાદ રામેશ્વરાનંદ સરસ્વતી બાપુએ
આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, ભગવાન માતા-પિતાની અંદર
જ છે. માટે માતા-પિતાની સેવા કરવી જોઈએ. જેના
થકી ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, તેવું કહ્યું હતું. બે દિવસે ધાર્મિક
મહોત્સવમાં રામેશ્વરાનંદ સરસ્વતી બાપુના સેવકગણ હરિદ્વાર, મુંબઈ,
કોલકાતા, ચેન્નાઈ, દેહરાદૂન,
ચમોલી સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.