• બુધવાર, 16 જુલાઈ, 2025

અલ્કરાજ સામેનો હિસાબ સિનરે 3પ દિવસમાં ચૂક્તે કર્યો

લંડન, તા.14: યાનિક સિનર વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સમાં ચેમ્પિપયન થનારો ઇટાલીનો પહેલો ખેલાડી બન્યો છે. ગઇકાલે રાત્રે રમાયેલી ફાઇનલમાં વિશ્વ નંબર વન યાનિક સિનરનો વિશ્વ નંબર બે સ્પેનના કાર્લોસ અલ્કરાજ સામે 4-6, 6-4, 6-4 અને 6-4થી વિજય થયો હતો. આ સાથે જ સિનરે 3પ દિવસ પહેલા ફ્રેંચ ઓપનના ફાઇનલમાં અલ્કરાજના હાથે મળેલા પરાજયનો હિસાબ ચૂકતે કર્યો હતો ત્યારે બન્ને વચ્ચે પાંચ સેટની ટક્કર થઇ હતી જ્યારે વિમ્બલ્ડન ફાઇનલમાં ચાર સેટની ટક્કર થઇ હતી અને સિનરે વર્ચસ્વ સાથે જીત મેળવી હતી. સિનરની કારકિર્દીનો આ ચોથો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. અલ્કરાજે વિમ્બલ્ડન ખિતાબની હેટ્રિક ચૂકી ગયો હતો.

Panchang

dd