ગાંધીધામ / ભુજ,
તા.15 : અંજાર તાલુકાના વરસાણા નજીક માર્ગ ઓળંગતી શ્રદ્ધા રાજેશ
ગણપત ઠાકોર (ઉ.વ.8)ને બાઈકએ હડફેટમાં લેતાં બાળકીએ
અકાળે જીવ ખોયો હતોફ બીજી બાજુ આદિપુરમાં નિશાબેન વેરશી મહેશ્વરી (ઉ.વ.26) અને મુંદરાના દેશલપર (કંઠી)માં સુધ્ધાબેન ભરતભાઈ નાયકે
ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમજ વરસામેડી નજીક કેનાલમાં ડૂબી જતાં ખારા પસરવારીયાના
બિજલ ભોજા ખંભલા (ઉ.વ.31)નું
મોત થયું હતું. વરસાણામાં ભાડાના મકાનમાં રહી
એસ.એન.એફ કંપનીમાં મજૂરી કરનાર રાજેશ ઠાકોર અને તેમના પત્ની ગત તા.13/7ના કંપનીમાં કામે ગયા હતા જ્યારે ઘરે નાની દિકરી શ્રદ્ધા
એકલી હતી. આ બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી દરમ્યાન આશાપુરા હોટલ પાસેથી તે માર્ગ
ઓળંગી રહી હતી તેવામાં પૂરપાટ જતી બાઈકના ચાલકે આ બાળકીને હડફેટમાં લીધી હતી અકસ્મત
બાદ વાહન ચાલક નાસી છુટયો હતો ઘવાયેલી બાળકીને પ્રથમ ગાંધીધામ અને વધુ સારાર અર્થે
પાટણ બાજુ લઈ જવાઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. હીટ એન્ડ રનના આ
બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છ. બીજી
બાજુ આદિપુરના વોર્ડ-1-એમાં
અપમૃત્યુનો બનાવ બનીયો હતો. અહીંના મકાન નંબર 49માં
રહેનાર દિનેશ મહેશ્વરી ગઈકાલે સવારે જોતા તેની બહેન નિશા લટકતી હાલતમાં જણાઈ હતી. આ
યુવતીએ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું
હતું. જ્યારે મુંદરા તાલુકાના દેશલપર (કંઠી) ગામે
મૂળ હાલોલ પંચમહાલ બાજુની યુવતી સુધ્ધાબેનના પિતા ભરતભાઈએ મુંદરા પોલીસ મથકે
જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક બનાવ
વરસામેડી નજીક નર્મદના કેનાલમાં બન્યો હતો. ખારા પસવારીયા ગામનો બિજલ નામનો યુવાન ગઈકાલે
સવારે આ કેનાલ બાજુ આવ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર કેનાલમાં ડૂબી જતાં તેનું મોત થયું
હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.