• બુધવાર, 16 જુલાઈ, 2025

મિચેલ સ્ટાર્કની 400 વિકેટની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયાનો ચોથો બોલર

જમૈકા, તા. 1પ : ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તેની 100મી ટેસ્ટમાં 400 વિકેટની સિદ્ધિ હાંસલ કરી છે. ડે/નાઇટ ટેસ્ટમાં સ્ટાર્કના તરખાટને લીધે વિન્ડિઝ ટીમે ફક્ત 27 રને ડૂલ થઇ હતી. સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટ કારકિર્દીની 400 વિકેટ પૂરી કરી હતી. તે 400 વિકેટના આંકડે પહોંચનારો ઓસ્ટ્રેલિયાનો ચોથો અને વિશ્વનો 18મો બોલર બન્યો છે. સ્ટાર્કે 400 વિકેટ પૂરી કરવા માટે 19062 દડા ફેંક્યા હતા. દડાના હિસાબે આ સિદ્ધિ હાંસલ કરનારો તે બીજો સૌથી ઝડપી બોલર છે. દ. આફ્રિકાના ડેલ સ્ટેને 16636 દડામાં 400 વિકેટ પૂરી કરી હતી.

Panchang

dd