ભુજ, તા. 15 : અબડાસા
તાલુકાના કાળા તળાવ ગામની સીમમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ખેલી ઝડપાયા હતા જ્યારે
ચાર જુગારી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. નલિયા પોલીસે બાતમીના પગલે દરોડો પાડતાં ધાણીપાસા
વડે હાર-જીતનો જુગાર રમતા હરપાલસિંહ ખાનુભા જાડેજા (હાલ કોઠારા-મૂળ કડુલી) અને અભુભખર
સુલેમાન ગજણ (સુથરી)ને ઝડપી લીધા હતા જ્યારે જુણસ મંધરા, અજીતસિંહ ઉર્ફે અજીરો સોઢા (રહે. બંને કાળા તળાવ), સલીમ
મેમણ અને અન્ય એક ઇસમ નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન રોકડા રૂા. 11,620, એક મોબાઇલ કિં. રૂા. 5000 તથા સ્પ્લેન્ડર બાઇક કિં. રૂા. 50 હજાર એમ કુલે રૂા. 66,620નો
મુદ્દામાલ નલિયા પોલીસે જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરી છે.