• બુધવાર, 16 જુલાઈ, 2025

શોએબ બશિર ભારત સામેની શ્રેણીથી બહાર

લંડન, તા. 1પ : ઇંગ્લેન્ડનો ઓફ સ્પિનર શોએબ બશિર ભારત વિરૂદ્ધની બાકીની બે ટેસ્ટ મેચની બહાર થઇ ગયો છે. તેને ત્રીજી ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઇજા થઇ હતી. તેની આંગળીમાં ફ્રેકચર છે. આથી તે ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી મેદાન બહાર રહેશે.  23 જુલાઇથી માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનાર ઇંગ્લેન્ડની ટીમ જાહેર થઇ છે. શોએર બશિર શ્રેણીની બહાર થયો હોવાથી તેના સ્થાને અનુભવી સ્પિનર લિયામ ડોસનનો સમાવેશ કરાયો છે. તે ઇંગ્લેન્ડ તરફથી 2016-17માં 3 ટેસ્ટ મેચ રમી ચૂકયો છે. જેમાં એક મેચ ભારત સામે હતી. તેના નામે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 371 વિકેટ છે. ઇંગ્લેન્ડ ટીમ: બેન સ્ટકોસ (કેપ્ટન), બેન ડકેટ, જેક ક્રાઉલી, ઓલિ પોપ, જો રૂટ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકેબ બેથેલ, જોશ ટંગ અને લિયામ ડોસન.

Panchang

dd