• બુધવાર, 16 જુલાઈ, 2025

પાલારા જેલમાં એસઓજીની આકસ્મિક તપાસણીમાં મોબાઇલ ફોન મળ્યો

ભુજ, તા. 15 : આજે પશ્ચિમ કચ્છની એસઓજીએ પાલારા ખાસ જેલની આકસ્મિક તપાસણી આદરતાં જેલમાંથી પ્રતિબંધિત એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસઓજીએ આજે પાલારા ખાસ જેલમાં આકસ્મિક તપાસણી આદરી હતી જેમાં એ અને બી ડિવિઝન, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ તથા જેલના ઝડતી અકોડના પોલીસ અધિકારી-કર્મચારીઓને સાથે રાખી જેલના સર્કલ-1 અને 2માં આવેલા યાર્ડ, બેરેક, પુસ્તકાલય, હોસ્પિટલ કેન્ટીનની ઝડતી લેવામાં આવી હતી. સર્કલ-1માં કોંક્રિટની ઓરડીની છત ઉપર પાણીની ટાંકી પાસે કોથળીમાં રાખેલો સેમસંગ કંપનીનો બેટરી સાથેનો, સીમ વિનાનો કીપેઇડ મોબાઇલ મળી આવ્યો હતો. આગળની કાર્યવાહી અર્થે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાંથી અગાઉ પણ અનેકવાર મોબાઇલ મળી ચૂક્યા છે પરંતુ તેનું પગેરું દબાવી શકાયું નથી.

Panchang

dd