• બુધવાર, 16 જુલાઈ, 2025

લખાપરની સીમમાં 2.24 લાખના સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 15 : ભચાઉના લખાપરના સીમમાં બે ચોકીદારને બંધક બનાવી ગરદન ઉપર છરી મુકી અને પવનચક્કીમાંથી રૂા. 2,14,740ના સામાન ચોરી પ્રકરણમાં 10 શખ્સોની અટક કરવામાં આવી હતી. લખાપરની સીમમાં વેસ્ટાસ કંપનીની પવનચક્કી નજીક ગત તા. 9/7ની મોડી રાત્રે આ ચકચારી બનાવ બન્યો હતો. ફરિયાદી વિરમ હોથી કોળી અને અન્ય એક ચોકીદારને પકડી પાડી તેમની ગરદન પર છરી રાખી 15 જેટલા શખ્સોએ રૂા. 2,14,740ના સામાનની ચોરી કરી હતી જે અંગે અકબર શેખ, સુલ્તાન સમા, શબિર કેસર નારેજા સહિત અન્ય 10થી 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. નામજોગ થયેલી આ ફરિયાદના પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી અને અકબર ગુલામશા શેખ, સુલ્તાન ગુલમામદ સમા, શબિર કેસર નારેજા, સિકંદર ઉમર ભટી, અલી અકસર ઉમર ભટી, જીવા ઉમર ભટી, નિકુલ અમરશી કોળી, અયુબ અબ્દુલ ચાવડા, વિનેશ ઉર્ફે વિનોદ ધીંગા કોળી અને રમેશ પરબત કોળી નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી વાયર, બસબાર, ધારીયુ, કટર, છરી, પાના, કુહાડી, પીકઅપ જીપ નંબર જી.જે.39-ટી.એ.-0956 વગેરે મળીને કુલ રૂા. 7,14,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Panchang

dd