• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ક્રિસ ગેલે 44ની ઉંમરે પણ કરી શાનદાર ફટકાબાજી

નવી દિલ્હી, તા. 8 : ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીઘાને ઘણો સમય થયો છે. તેમ છતાં તેનામાં જોશ યથાવત છે. ક્રિસ ગેલની જુની ઝલક ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડસ દરમિયાન ફરી એક વખત જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ સામેના મુકાબલામાં ગેલે પોતાના બેટથી તબાહી મચાવી હતી અને 40 દડામાં 70 રનની તોફાની ઈનિંગ રમી હતી. ઈનિંગ દરમિયાન યુનિવર્સ બોસે છ છગ્ગા ફટકાર્યા હતા. ગેલની ઈનિંગના દમ ઉપર વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સ સીઝનની પહેલી મેચ જીતવામાં સફળ રહી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સની ટીમે એશવેલ પ્રિન્સના 46 અને ડેન વિલાસના 44 રનની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં 174 રન કર્યા હતા. લિજેન્ડસ ક્રિકેટના હિસાબે આ સ્કોર સન્માનજનક છે. જો કે ક્રિસ ગેલની તોફાની ઈનિંગ સામે 174નો સ્કોર નાનો લાગી રહ્યો હતો. ગેલે ડવેન સ્મિથ સાથે ઈનિંગની શરૂઆત કરતા 65 રન જોડયા હતા. બાદમાં ચેડવિક વોલ્ટન (56) સાથે મળીને 59 રન જોડયા હતા. ગેલની વિકેટ 14મી ઓવરમાં 124 રને પડી હતી. તે પોતાની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડીને આઉટ થયો હતો. ગેલે 70 રનની ઈનિંગમાં 175ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી અને 4 ચોગ્ગા તેમજ 6 છગ્ગા ફટકાર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang