• બુધવાર, 22 મે, 2024

પાક. ટીમના કોચ તરીકે પૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહેમૂદ

લાહોર, તા.10: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ન્યુઝિલેન્ડ વિરુદ્ધની આગામી પાંચ મેચની ટી-20 ઘરઆંગણાની સિરીઝ માટે પૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહેમૂલને પાક. ટીમનો મુખ્ય કોચ નિયુક્ત કર્યો છે. શ્રેણી 18 એપ્રિલથી રાવલપિંડીથી શરૂ થશે અને 17 એપ્રિલે લાહોરના ગદાફી સ્ટેડિયમ પર ખતમ થશે. પાક. ટીમના 17 ખેલાડીનાં નામ ગઈકાલે જાહેર થઈ ચૂક્યા છે. બાબર આઝમ ફરી સુકાની બન્યો છે અને નિવૃત્તિ પાછી ખેંચનાર બે ખેલાડી મોહમ્મદ આમીર અને ઇમાદ વસીમની ટીમમાં વાપસી થઈ છે. નવા કોચ અઝહર મહેમૂદને 164 ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. જેમાં તેણે 162 વિકેટ અને 2421 રન બનાવ્યા છે. પહેલાં તે 2016 અને 2019માં પાક. ટીમના કોચ રહી ચૂક્યા છે. અઝહર મહેમૂદ આઇપીએલમાં 23 મેચ રમ્યા છે. જેમાં 388 રન અને 29 વિકેટ છે. તેની પાસે બ્રિટન નાગરિકતા હોવાથી આઇપીએલમાં 2012થી 201પમાં રમવાનો મોકો પ્રાપ્ત થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang