• બુધવાર, 22 મે, 2024

માંડવીને પ્રવાસન ક્ષેત્રે રાજ્યમાં શિરમોર બનાવવાની નેમ

માંડવી, તા. 20 : બંદરીય શહેર માંડવીને પ્રવાસનના ક્ષેત્રે રાજ્યમાં શિરમોર બનાવવાની નેમ સાથે વડાપ્રધાનના સબકા સાથ સબકા વિકાસના સંકલ્પને સાર્થક કરવા માટેનું આહ્વાન માંડવી વિધાનસભા ક્ષેત્રના નૂતન વર્ષ સ્નેહમિલનમાં કરવામાં આવ્યું હતું. જળસંચયનાં કામો હાથ ધરી વિસ્તારને પાણીદાર બનાવવાની નેમ વ્યકત કરાઇ હતી. માંડવી વિધનાસભા ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાવળપીર દાદા બીચ ખાતે સ્નેહમિલનનું આયોજન સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, દેવરાજ ગઢવી, વલ્લમજી હુંબલ, નરેન્દ્ર પ્રજાપતિ, પારૂલબેન કારા, કલ્યાણગિરિ બાપુ, વિશ્વંભરગિરિ બાપુની ઉપસ્થિતિમાં કરાયું હતું. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષાનાં કાર્યો કરવાની નેમ લીધી હોવાનું જણાવી પાણી બચાવાશું તો ખેડૂતો, ગાય બચશે એ વાત કરી હતી. સોનલમાનાં ચરણે કાઠડાથી 102 ચેકડેમનાં કામનો પ્રારંભ કરાયો તે પછી લોકોએ સ્વેચ્છાએ મોટી રકમ આપ્યાનું જણાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છમિત્ર સુખનું સરનામું હેઠળ પાંચોટિયા સહિતનાં ગામોમાં પાણીનો સંગ્રહ હિલોળા લેતો હોવાની વાત કરી હતી. જળસંગ્રહના 250 જેટલા બોર રિચાર્જ કરવાની ભાવના વ્યક્ત કરી હતી. રાવળપીરના કિનારે સ્નેહમિલન યોજવા અંગે તેઓએ જણાવેલ કે, માંડવીને પરમાત્માએ ચારેય બાજુ કિનારો આપ્યો છે, પર્યાવરણની રક્ષા સાથે પ્રવાસનનો વધારો થાય તેવા પ્રયાસો કરવાની નેમ દેખાડી હતી વલ્લમજીભાઇ હુંબલે સ્નેહમિલનથી વિચારોની આપ-લે થતી હોવાની વાત કરી શુભેચ્છા પાઠવી હતી. પ્રદ્યુમનસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવતાં વિકાસની ખૂટતી કડી પૂરી કરવા માટે સક્રિય રહેવાની કટિબદ્ધતા દેખાડી હતી. કેશુભાઇ પટેલે સ્નેહમિલન ભાજપની પરંપરા હોવાનું જણાવ્યું હતું. દેવજીભાઇ વરચંદે ભારત દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બને તેવા વડાપ્રધાનના સંકલ્પને આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું. રાયણ પાટીદાર મંડળે ધારાસભ્ય અનિરુદ્ધ દવેને આર્મી વેલ્ફેર ફંડમાં રૂા. 27 હજારનો ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં અમૂલ દેઢિયા, શીતલ શાહ, પ્રફુલ્લસિંહ જાડેજા, સામત ગઢવી, હરિભાઇ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, સન્મુખસિંહ જાડેજા, પંકજ રાજગોર, સુરેશ સંગાર, હરેશ વિંઝોડા, વિશાલ ઠક્કર, કેવલ ગઢવી, મહેન્દ્ર ગઢવી, તાલુકા, જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા. સંચાલન કીર્તિભાઇ ગોરે તો આભારવિધિ મહેન્દ્ર રામાણીએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang