• શુક્રવાર, 13 માર્ચ, 2026

બિદડામાં જનરલ સર્જરી કેમ્પમાં દર્દીની તપાસ

બિદડા, તા. 12 : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે જનરલ સર્જરી કેમ્પ યોજાયો હતો, જેમાં દર્દીઓની તપાસણી બાદ 17 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. ગાંધીધામના નિષ્ણાત જનરલ સર્જન ડો. કિશન કટુઆ તથા ડો. સપના કટુઆ દ્વારા દર્દીઓની તપાસણી કરી સારણગાંઠ, હરસ-મસા તથા નાની-મોટી ગાંઠોનાં ઓપરેશન ટ્રસ્ટના નવનીત સર્જિકલ ઓપરેશન થીએટર ખાતે રાહતદરે કરાયાં હતાં. ડો. કટુઆએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની છાતીનાં કેન્સર પર ચર્ચા કરી કેન્સરનાં લક્ષણો જણાવ્યાં હતાં. એ માટે મહિલાએ જાતે તપાસ કરી જો કોઈ લક્ષણો જણાય, તો તબીબોનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કેમ્પ દરમ્યાન એનેસ્થેટિક ડો. નરેન્દ્ર પિત્રોડાએ સેવાઓ આપી હતી.  સંસ્થાના સ્થાનિક ડો. નરોત્તમ ભાનુશાલી, ડો. દીક્ષિત વેલાણી અને ડો. કનકસિંહ મોરીએ દર્દીની પ્રિ અને પોસ્ટ ઓપરેશન સંભાળ રાખી હતી. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે, ડો. કટુઆ દ્વારા દર શનિવારે બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે દર્દીઓની તપાસણી તથા જરૂરતમંદ દર્દીઓનાં ઓપરેશન દર મહિને રાહતદરે ટ્રસ્ટ ખાતે કરાય છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, ડો. મયૂર મોતા અને શરદભાઈ રાંભીઆએ તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd