• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

સંસ્કારી યુવાનો જ સંસ્કારી રાષ્ટ્રનું નિર્માણ કરશે : જૈનાચાર્ય

ભુજ, તા. 27 : ભુજ તપગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં `ગુણરત્નાકર આધ્યાત્મિક ચાતુર્માસ' કરી રહેલા 500 શ્રમણીગણના નાયક જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજી મ.સા.એ `સંસ્કાર અભિયાન' અંતર્ગત ચાણક્ય એકેડમીના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ તથા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ઋયક્ષ ણને ભારતીય સંસ્કૃતિમાં વિનયનું મહત્ત્વ સમજાવતાં પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે યુવાનોને જીવનમાં સંસ્કાર, વિનય, સંવેદનશીલતા અને નૈતિક મૂલ્યોનું મહત્ત્વ સમજાવી જીવનઘડતરના વિવિધ સંકલ્પો લેવડાવ્યા હતા. જૈનાચાર્યે પ્રવચનમાં કહ્યું હતું કે, સંસ્કારી યુવાનો જ સંસ્કારી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાનોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવું આવશ્યક છે. માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવી એ જ શિક્ષણનો હેતુ નથી.  ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે, તે વાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આધુનિક વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સમન્વય સાધીને યુવાપેઢી જીવનમાં પ્રગતિની સાથે સંસ્કારો જાળવી શકે છે. Gen Zયુવાનોને આચાર્યએ જીવનમાં વિનય અને સંસ્કારનું મહત્ત્વ સમજાવતાં અનેક પ્રેરણાદાયી સંકલ્પો લેવડાવ્યા હતા. માતા-પિતા અને ગુરુજનોને દરરોજ વંદન કરવા, મજા કે આનંદ સજાનું કારણ ન બને તે માટે ફટાકડા ન ફોડવા, ક્રોધમાં આવીને કોઈ અયોગ્ય પગલું ન ભરવું, ગમે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાય તો પણ આત્મહત્યા ન કરવી, મોબાઇલના અતિરેકથી બચવું, વ્યસનોથી દૂર રહેવું તથા સંવેદનશીલતા કેળવવી જેવા સંકલ્પો દ્વારા યુવાનોને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.  આ પ્રસંગે ચાણક્ય એકેડમીના ટ્રસ્ટી પંકજ મહેતા તથા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડીન અજિતભાઈએ આચાર્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.  દરમિયાન, જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજી મ.સા.એ `કચ્છમિત્ર' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ સભ્યોને માંગલિક શ્રવણ કરાવ્યું હતું. આ પ્રસંગે આચાર્યએ `કચ્છમિત્ર' દ્વારા સંસ્કૃતિ અને સંસ્કારનું પોષણ કરતા સમાચારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તેની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સમાજમાં સકારાત્મકતા, નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું જતન થાય તેવા સમાચારો સમાજજીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. `કચ્છમિત્ર' આ દિશામાં સકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે, તે પ્રશંસનીય છે. સાથે રહેલા શ્રાવકસમાજ સાથે કચ્છમિત્રના લેખક મહેશ પ્રભુલાલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દ્વારા યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, વિનય, નૈતિકતા, સંવેદનશીલતા અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમને મજબૂત બનાવવાનો સંદેશ અપાયો હતો. આધુનિક શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તો જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું સાચા અર્થમાં ઘડતર શક્ય બને છે, તેવો સંદેશ અપાયો હતો. - મુમુક્ષુ યશ્વી કાલે દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે  : ર્માસ દરમિયાન ગુરુવારે મુમુક્ષુ યશ્વી (વાવ-સુરત) દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે. આ પ્રસંગ જૈન ધર્મની ત્યાગ, સંયમ અને આત્મકલ્યાણની પરંપરાને ઉજાગર કરનારો બની રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd