નખત્રાણા, તા. 26 : અબડાસા વિસ્તારની વણથંભી વિકાસગતિના
એક ભાગ રૂા. 18.70 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાના લોકપ્રતિનિધિઓ, આગેવાન, સરપંચો-ગ્રામજનોની
હાજરીમાં કરાયું હતું. અબડાસા તાલુકા ભાજપના ઉપક્રમે આયોજિત કાર્યક્રમોમાં વાયોર ગામે
રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા 67 લાખના ખર્ચે નિર્માણ થનારા પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા
વાયોરથી ઉકીર રોડ પર આવેલ બાપાદયાળુ નગર પાસે રૂા. 148 લાખના ખર્ચે તૈયાર થનારા પુલનું ખાતમુહૂર્ત વાયોર ગામે કરાયું
હતું. રામપર (અબડા)થી માતાના મઢ પરનાં ગામ પાસે
મીઠી નદી પર રૂા. 16.55 કરોડના ખર્ચે
પુલનાં કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અબડાસા
તા. ભાજપના મહામંત્રી ગોપાલભાઈ ગઢવીએ સ્વાગત
પ્રવચન કર્યું હતું, જ્યારે વિનયભાઈ
રાવલે ખાતમુહૂર્ત કામોની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ
વર્તમાન સરકાર દ્વારા આવશ્યક ગામોમાં લોકોને પાયાની સુવિધાઓના વિકાસકામો કરાવવા નાણાંની
કોઈ કમી નથી માટે જાગૃતિથી જરૂરી કામોની રજૂઆત કરવા જણાવ્યું હતું. ક.જિ. ભાજપના મહામંત્રી
પરેશભાઈ ભાનુશાલીએ અબડાસા તા.ના શૈક્ષણિક, આરોગ્યકામો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પ્રયત્નો થકી થયા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિ.પં. ચેરમેન વાઘજીભાઈ છાંગા, અબડાસા તા.પં. પ્રમુખ
જયેન્દ્રસિંહ જાડેજા, તા. ભાજપાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા,
જિ.ભાજપ ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, વાયોર સરપંચ
પ્રભાતસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ દાદુભા બુચિયાએ કરી હતી.