• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રૂકમાવતી પર પાંચ કરોડના ખર્ચે પુલ નિર્માણ પામશે

કોડાય (તા. માંડવી), તા.12 : તાલુકાના મદનપુરા અને કોડાય ગામ વચ્ચે રૂકમાવતી નદી પર વર્ષો જૂની માંગણીને આખરે સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે. અંદાજિત રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનારા સ્લેબડ્રેન પુલનું ખોડલધામના ગંગામાં, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ અગ્રણી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. મદનપુરા-કોડાય પુલ વચ્ચે રૂકમાવતી નદીમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીનો પ્રવાહ વધતાં અવરજવર મુશ્કેલ બની જતી હતી. અનેક વખત કોડાય ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક બે-ત્રણ દિવસ સુધી કપાઈ જતો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, વર્ષોથી મદનપુરા અને કોડાય વચ્ચે રૂકમાવતી નદી પર પુલની માંગણી લાંબા સમયથી હતી. આ પુલ બનવાથી ચોમાસામાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. તેમણે વધુમાં નદીમાં આવેલા બોર રિચાર્જ વિસ્તારોની આસપાસ સફાઈ જાળવવા અને જળસંચય માટે જરૂરી પગલાં લેવા ઉપસ્થિત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કોડાય જૈન સમાજના પ્રમુખ અમુલભાઈ દેઢિયા, પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ રાણસીભાઈ ગઢવી, જિ.પં.સદસ્ય વર્ષાબેન કન્નડ, તા.પં. સદસ્ય ચંદ્રિકાબેન પારસિયા, સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રૂકમાવતી નદી પર પુલની વર્ષો જૂની માંગણી પૂરી થવાની દિશામાં થયેલી આ કામગીરીથી ગ્રામજનોને મોટી રાહત મળશે. આ પ્રસંગે કોડાયના સરપંચ વિરલભાઈ જોશી, શિવગણભાઈ માવાણી, તલાટી રાઘવદાન ગઢવી, જયંતીભાઈ પારસિયા, ભાવેશ સાધુ,ઉપસરપંચ કુલીન ભગત, માવજીભાઈ વેકરિયા, લાલજીભાઈ વેકરિયા, રમેશ લાલજી, વિશનજી જોશી, સુરેશ જોશી, હનીફભાઈ ખત્રી, વાછિયાભાઇ ગઢવી, શિવજીભાઈ જુમા , સંજય સંગાર, ભાવેશ રંગાણી, કોડાય, મદનપુરા જખણિયા, ધોકડા સહિત ગામજનો સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક વિધિ રાહુલ મારાજે કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd