• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

વેજિટેબલ માર્કેટના પાયા નબળા, કોલમમાં છબરડાના આક્ષેપો

ગાંધીધામ, તા. 12 : શહેરની જૂનીકોર્ટ રોડ ઉપરની કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી વેજિટેબલ માર્કેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પાયાનું કામ નબળું છે કોલમ છાપવામાં છબરડા કરવામાં આવતા કોલમની બાજુમાં જ સળિયા ઊભા કરીને આરસીસી ભરાઈ કરી છે અને હવે સળિયા કાપવામાં આવતા લોકોએ સવાલો ઉઠાવ્યા છે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી બહાર આવીને તપાસ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના કામો થઈ રહ્યા છે પરંતુ તેની ઉપર દેખરેખનો અભાવ છે. જેના કારણે કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામો કરી રહ્યા છે અને ગુણવત્તા સાથે બાંધછોડ થઈ રહી છે છતાં એન્જિનિયરો દ્વારા કોઈ પગલા ન ભરવામાં આવતા સવાલો ઉઠી રહ્યા છે. પાંચ કરોડથી વધુના ખર્ચે જર્જરિત વેજિટેબલ માર્કેટની ઇમારત તોડીને તેની જગ્યાએ નવી ઇમારત બનાવવામાં આવી રહી છે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ પ્રક્રિયા કરી હતી ત્યારપછી તેમની બદલી થઈ ગઈ હતી. નાના નાના વેપારીઓને ધંધા રોજગાર માટે વ્યવસ્થિત જગ્યા મળી રહે તેવા હેતુસર આ નવી વેજિટેબલ માર્કેટ બનાવવામાં આવી રહી છે પરંતુ કામની શરૂઆતથી જ તેનો પાયો નબળો છે અને મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગને અંધાપો હોવાથી તેમને કોન્ટ્રાક્ટરનું નબળું કામ દેખાતું નથી. જેના કારણે હાલના સમયે અનેક સવાલો ઉઠી રહ્યા છે  માર્કેટના કોલમ છાપવામાં છબરડો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો લોકો દ્વારા થઈ રહ્યા છે. ત્યાર પછી કોલમની બાજુમાં સળિયા ઊભા કરીને આરસીસી ભરાઈ કરવામાં આવી છે તે મજબૂતાઈથી કામ થયું નથી ભવિષ્યમાં ઈમારતને લઈને ગંભીર ખતરો ઊભો થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના સમય કોલમનું કામ ચાલુ છે અને હવે કોલમના સળિયા કાપવામાં આવી રહ્યા છે તેવા વીડિયા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકો આ નબળી કામગીરીને લઈને સવાલો પૂછી રહ્યા છે પણ લોકોને યોગ્ય જવાબો મળતા નથી મહાનગરપાલિકા નામ વહીવટી તંત્ર દ્વારા કામની ગુણવત્તાની ચકાસણી કરવી જરૂરી છે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવા જોઈએ અને સ્થળ ઉપર નિષ્ણાતો દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે તેવી પણ માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd