• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ઘાસ માટે આત્મનિર્ભર બનવાની કચ્છની રાહ કઠિન

ભુજ, તા. 11 : આ વખતે કચ્છમાં  સંતોષકારક ગણી શકાય તેવો વરસાદ ન પડતાં આઠ વર્ષ બાદ દુષ્કાળનું સંકટ સર્જાયું છે. 2018માં અછતની કપરી સ્થિતિ સર્જાતાં રસ્તા અને ટ્રેન માર્ગે બહારના જિલ્લાઓમાંથી ઘાસનો જથ્થો મગાવવો પડયો હતો. આ સ્થિતિમાંથી બોધપાઠ લઈને કચ્છને ઘાસ માટે આત્મનિર્ભર બનાવવા પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જો કે, આ પાઈલોટ પ્રોજેક્ટ પરિણામલક્ષી ન બનતાં ઘાસ માટે આ વખતે પણ કચ્છને અન્યો પર નિર્ભર રહેવું પડશે. જિલ્લામાં પાછોતરો વરસાદ પડતાં ઘાસનું સંકટ હાલ પૂરતું થોડા સમય માટે ટળ્યું છે. આમ છતાં જો તંગી સર્જાય તો અન્ય જિલ્લામાંથી જ ઘાસનો જથ્થો મગાવવાનો વારો આવશે એ નિશ્ચિત છે.  - આઠ વર્ષ પહેલાં પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો : 2018માં ત્રણ દાયકાના સૌથી કપરા એવા દુષ્કાળની સ્થિતિ સર્જાતાં રેલ અને રોડ માર્ગે 10 કરોડ કિલોથી વધુ ઘાસનો જથ્થો અન્ય જિલ્લામાંથી મગાવવો પડયો હતો. આ સ્થિતિને ધ્યાને લઈ તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહન અને એમ. નાગરાજને કચ્છને ઘાસ માટે સ્વનિર્ભર બનાવવાનો પ્રકલ્પ હાથમાં લીધો હતો. પ્રાંત કક્ષાએ છ ગામ પસંદ કરી ઘાસચારા વાવેતર પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જો કે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂઆતના તબક્કે જ હાંફી ગયો હતો.  - 900થી વધુ ગામમાં વિસ્તારવાનું હતું આયોજન : અછત સમયે ઘાસચારા માટે બહુ મોટી મુશ્કેલી ન પડે એ માટે સ્થાનિકે ઘાસચારાનું વાવેતર વઘારવા સહિતને સાંકળતા પ્રોજેક્ટને જિલ્લાના તમામ 900થી વધુ ગામમાં વિસ્તારવાનું આયોજન ઘડાયું હતું, પણ બીજો દુષ્કાળ માથે આવીને મંડરાઈ રહ્યો  હોવા છતાં પાઈલોટ પ્રોજેક્ટની કોઈ ફળશ્રુતી મળી શકી નથી એ કડવી વાસ્તવિકતા છે. - પ્રોજેક્ટનું અમલીકરણ પડકારજનક  : આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોનું માનીએ તો કચ્છને ઘાસચારા માટે સ્વાવલંબી બનાવતા આ પ્રોજેક્ટનું અમલીકરણ પડકાજરનક છે. ખેડૂતો ઘાસચારાના બદલે અન્ય રોકડિયા પાકોના વાવેતર તરફ ઢળતાં ઘાસચારાનો વિસ્તાર ઘટયો છે. - શું કહે છે કલેક્ટર : કલેક્ટર અનિલ રાણાવસિયાને પૂછતાં તેમણે હાલ જિલ્લામાં પૂરતો ઘાસનો જથ્થો ઉપલબ્ધ હોવાનું કહી જરૂરત અનુસાર પ્રોજેક્ટના અમલીકરણ માટે તંત્રની પૂરતી તૈયારી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd