ભુજ, તા. 2 : વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા
સંસ્થાન વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન પશ્ચિમી કચ્છ વિભાગ ભુજ સંકુલનો ખેલકૂદ સમારોહ
લાલન કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં રમત ગમતમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લાંબીકૂદ, ઊંચીકૂદ, દોડ વગેરે જેવી
વિવિધ રમતોમાં બાળકો જોડાયા હતા. પ્રથમ ક્રમાંક મેળવેલા બાળકોને મેડલ અને સર્ટિફિકેટ
આપી પ્રોત્સાહિત કરાયા હતા. દ્વિતીય અને તૃતીય નંબરને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન પૂરું
પાડયું હતું. કચ્છ વિભાગના ઉપાધ્યક્ષ માવજીભાઇ રાબડિયા, ભુજ સંકુલ
પ્રમુખ કરસનભાઇ ભુવા, કચ્છ કલ્યાણ સંઘ વ્યવસ્થાપક સમિતિના મેહુલભાઇ
શાહ, વનરાજસિંહ જાડેજાએ હાજરી આપી હતી. શા.શિ. વિભાગ પ્રમુખ મનોજભાઇ
પટેલ, હેમલબેન વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. સંકુલના આચાર્યોએ સહયોગ
આપ્યો હતો. નિર્ણાયક નિલેશભાઇ પટેલ, રૂદ્રસિંહ ઝાલા, હરેશભાઇ, અબ્દુલભાઇએ સેવા આપી હતી.