• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ખાવડામાં વિશ્વની સૌથી વિરાટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ

મુંદરા, તા. 1 : ભારતની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ. એ ગુજરાતનાં ખાવડા સ્થિત તેની કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્ષમતામાં જૂન 2026માં 3.55 GWhથી વધારીને 6.63 ગીગાવોટ-અવર કરી છે. આ સાથે ભારતની અંદાજે કુલ 12.6 GWhની કાર્યરત BESS ક્ષમતામાં AGELનો હિસ્સો હવે 50 ટકાથી વધુ છે. ક્ષમતામાં આ સિદ્ધિ ખાવડાને વિશ્વનાં એક જ સ્થળે સ્થિત સૌથી વિરાટ કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ ઇન્સ્ટોલેશન તરીકે મજબૂત બનાવે છે, જેમાં 6.63 GWhની કાર્યરત ક્ષમતા સામેલ છે. કંપનીએ ગુજરાતનાં ખાવડા ખાતે BESSનું ઓન-સાઇટ નિર્માણ શરૂ કર્યાના 14 માસમાં જ 6.63 GWhનો સીમાચિહ્ન આંક હાંસલ કર્યો છે. ક્ષમતામાં કરવામાં આવેલો તાજેતરનો આ વધારો તેનાં નિર્માણના આરંભથી માત્ર દસ મહિનામાં જ કાર્યરત કરવામાં આવ્યો છે. કંપની દ્વારા 538 ચોરસ કિલોમીટરની બિનઉપજાઉ જમીન પર વિકસાવવામાં આવી રહેલા 30 GWના રિન્યૂએબલ એનર્જી પ્રકલ્પ સાથે આ સિસ્ટમને જોડવામાં આવી છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ની 6.63 GWh BESS ક્ષમતા એટલી સ્વચ્છ ઊર્જા સંગ્રહી શકે છે કે, જેનાથી દરરોજ લગભગ 20 લાખ આવાસને વીજળી પૂરી પાડી શકવા તેમજ નાગપુર, પટના કે વિઝાગ જેવાં શહેરોની વીજળીની ટોચની માંગને પણ કેટલાક કલાકો સુધી સંતોષી શકાય છે. અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, ફક્ત 14 માસમાં 6.63 GWh કાર્યરત બેટરી સ્ટોરેજના આંકને આંબવું એ કંપનીથી વિશેષ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપે છે. ગ્રીડને જરૂર પડે, ત્યારે આ સંગ્રહ નવીનીકરણીય ઊર્જાને વધુ મજબૂત, વિશ્વસનીય અને ડિસ્પેચેબલ બનાવી શકે છે. નાણા વર્ષ 26-27માં અદાણી ગ્રીન એનર્જી 10 GWhથી વધુ ક્ષમતા ઉમેરવાની દિશામાં આગળ વધી રહી છે અને આગામી પાંચ વર્ષમાં 50 GWhની સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. વધુમાં  મોટા પાયે, સ્થિર અને જરૂરિયાત મુજબ વિતરિત કરી શકાય તેવી પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા ઊભી કરવાની તેની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર પણ કંપની કામ કરી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd