મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 1 : કચ્છના ઔદ્યોગિક ...વિશેષ આર્થિક
ક્ષેત્ર (કાસેઝ)માંથી દેશની તિજોરી ભરાવી જોઇએ, તેના બદલે અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોના ખિસ્સા ભરાઇ રહ્યા હોવાનો ચોંકાવનારો
ધડાકો થયો છે. કાસેઝના અમુક ચોક્કસ વેરહાઉસમાંથી વિદેશથી આયાત થતો મોંઘોદાટ દારૂ કાગળ
પર દેશની બહાર કે અન્ય રાજ્યોમાં રીએક્સપોર્ટ દર્શાવીને સ્થાનિક સ્તરે જ ગુજષરાત જેવા
ડ્રાય સ્ટેટમાં ઘૂસાડવાનું કરોડોના કૌભાંડ ધમધમી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઊઠયા છે.
- ચાલાકી પૂર્ણ આચરાતું કૌભાંડ : અંતરંગ અને
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચાલાકીભરી અને કાયદાના
ચોપડાને ચૂનો લગાવનારી છે. ગોદામમાંથી જ્યારે મોંઘો દારૂ ભરેલું વાહન કે કન્ટેનર બહાર
નીકળે ત્યારે તેના પર અન્ય રાજ્ય કે દેશનું ચોક્કસ સરનામું દર્શાવવામાં આવે છે અને
તેના પર કસ્ટમના સિલ સિક્કા પણ મારવામાં આવતા હોવાનું સપાટી પર આવ્યું છે. પરંતુ કાગળ
પર દર્શાવેલ ગંતવ્ય સ્થાને ગાડી પહોંચવાને બદલે રસ્તામાં જ ગાયબ થઇને ગાંધીધામ અને
આસપાસના વિસ્તારોમાં આવેલી ખાનગી જગ્યાઓ પર ખાલી કરી દેવાય છે. કસ્ટમ કે પોલીસના ભ્રષ્ટ
કર્મચારીઓની છૂપી સંમતી વિના સીલબંધ કન્ટેનરનો રૂટ બદલાવો અશક્ય જેવું હોવાથી આમાં
મોટું સિન્ડીકેટ કામ કરી રહ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી હોવાનું આંતરિક સૂત્રોએ
જણાવ્યું હતું. - નાની માછલીઓ
જ પકડાય છે : છેલ્લા કેટલાક
મહિનાઓમાં પૂર્વ કચ્છ પોલીસની એક ખાસ શાખા દ્વારા શહેરની નૂરી મસ્જિદ આસપાસના વિસ્તાર
તથા મીઠીરોહર વિસ્તારમાં કાર્યવાહી કરીને વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ
કૌભાંડ પરથી પરદો ઉંચકાયો હતો, પરંતુ
દર વખતની જેમ કાર્યવાહી માત્ર વેરહાઉસના નાના કર્મીઓ, ડ્રાઇવરો
કે મજૂરો જેવા નાની માછલીઓની અટક સુધી જ સીમિત
રહી હોવાનો પણ ગણગણાટ છે. આટલું મોટું કૌભાંડ એકાદ-બે નાના કર્મચારીઓ ચલાવી ન શકે તે
સ્પષ્ટ હોવા છતાં જેમના નામે વેરહાઉસ છે જે ફાયનાન્સર છે અને જે આકાઓની છત્રછાયા હેઠળ
આ કાળો કારોબાર ચાલે છે રતેવા મોટા મગરમચ્છો સુધી તપાસના હાથ ક્યારેય પહોંચ્યા જ નહીં.
પરિણામે થોડા દિવસોની શાંતિ બાદ આ કૌભાંડમાં ફરી સબ સલામત હૈના પાટિયા મારી દેવામાં
આવતા હોવાનું જાણવા મળ્યું હતું. - કસ્ટમ પોલીસની મિલીભગતના
આક્ષેપ : કાસેઝ જેવા અત્યંત સુરક્ષિત અને ચૂસ્ત બંદોબસ્ત
ધરાવતા વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો બહાર નીકળી જાય અને સ્થાનિક કસ્ટમ કે
પોલીસ વિભાગને તેની ગંધ પણ ન આવે તે વાત ગળે ઉતરે તેવી નથી. કસ્ટમના જ અમુક પોલીસ વિભાગને
તેની ગંધ પણ ન આવે તે વાત ગળે ઉતરે તેવી નથી. કસ્ટમના જ અમુક પલળેલા કર્મીઓની મિલિભગત
વગર કન્ટેનરની સીલનો દુરુપયોગ શક્ય ન હોવાના આક્ષેપો પણ ઊઠયા હતા. બીજી બાજુ સ્થાનિક
પોલીસ અને ખાસ શાખાના અમુક કર્મીઓની ભગત ભૂમિકાને કારણે આ દારૂ શહેર, સંકુલમાં મુકતપણે સપ્લાય થતો હોવાના પણ આક્ષેપ
છે. જો આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરાય તો ચોક્કસ વેરહાઉસના એલ.ઓ.એ
પરવાના રદ થઇ શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે, અધિકારીઓ
આ કૌભાંડમાં રસ લે છે કે, પછી સબ સલામત હૈના પાટિયા મારી દેવામાં
આવશે. - અમુક લીકર
શોપમાંથી દારૂ બારોબાર પગ કરી જાય છે : આ શહેર સંકુલમાં આવેલી અમુક લીકર શોપમાંથી
ખરા લાભાર્થી દારૂ લેવા જાય ત્યારે તેમને જુદા જુદા નિયમો બતાવવામાં આવે છે, જ્યારે આજ દારૂ પોલીસની મહેરબાનીથી સ્થાનિક
બુટલેગરો, મળતિયાઓને ખુલ્લેઆમ વેંચાય છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ
ઉપરથી સપ્લાય બંધ હતી ત્યારે પણ અમુક લીકર શોપમાંથી રીતસર પેટીઓની પેટીઓ બજારમાં વેંચાતી
હોવાનો દાવો જાણકારોએ કર્યો હતો. આ અંગે પણ નીતિમતાથી તપાસ હાથ ધરાય તો અનેકના પગ નીચે
રેલો આવે તેમ છે.