ભુજ, તા. 30 : કચ્છની યુવા પ્રતિભાની અભિવ્યક્તિને
મંચ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલ 21મો યુવક મહોત્સવ યુવા શક્તિના જોમ-જુસ્સાભર્યા માહોલ સાથે સંપન્ન
થયો હતો. 21મા યુવક મહોત્સવમાં પાંચ વિભાગમાં અલગ-અલગ
29 જેટલી સ્પર્ધામાં 1500 સ્પર્ધકે ભાગ લઇ પોતાની પ્રતિભાનાં
દર્શન કરાવ્યાં હતાં. આ સ્પર્ધામાં કચ્છ યુનિ.ની સી-બ્લોકની ટીમ 65 પોઇન્ટ મેળવી જનરલ ચેમ્પિયન
બની હતી, તો આર.આર. લાલન કોલેજની ટીમ 56 પોઇન્ટ સાથે બીજે, તો 54 પોઇન્ટ સાથે સંસ્કાર ઇન્સ્ટિટયૂટની ટીમ ત્રીજા નંબરે આવી હતી.
વિજેતાઓને શિલ્ડ-મેડલ આપી સન્માનિત કરાયા હતા. કચ્છમિત્રના મીડિયા પાર્ટનરના સહયોગથી
આયોજિત આ યુવક મહોત્સવમાં કચ્છની યુવા શક્તિનું સામર્થ્ય જોવા મળ્યું હતું. મુક્તજીવન
સ્વામી બાપા મહિલા કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત ઈનામ વિતરણ સમારોહમાં કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, આર.
જે. માહી તરીકે ઓળખાતા માહેશ્વર ગઢવી, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ
માંકડ, મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી
કીર્તિભાઇ વરસાણી, સંયોજક ડો. કાશ્મીરાબેન મહેતા ઉપસ્થિત રહ્યા
હતા. કુલપતિ ડો. મોહનભાઇ પટેલે યુવાનોનો જોમ-જુસ્સો વધારતાં કહ્યું કે, યૂથ ફેસ્ટિવલ હોય કે ફૂડ ફેસ્ટિવલ, તમે જે રીતે તમામમાં
જુસ્સાભેર ભાગ લીધો છે તે અભિનંદનીય છે. શ્રી પટેલે વેસ્ટ ઝોન યૂથ ફેસ્ટિવલ કચ્છ યુનિ.ના યજમાનપદે યોજાય
તે વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આર. જે. માહીએ ખોજ હોય તો જગ્યા મળી રહે તેમ કહી સાહિત્ય,
સંગીત અને વારસાની વાત કરી હતી. યુવક મહોત્સવના સંયોજક ડો. કાશ્મીરાબેન
મહેતાએ આ બે દિવસીય મહોત્સવની સફળતામાં સહયોગી સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
હતી. સમાપન સમારોહમાં જેમ જેમ વિજેતાઓનાં નામ જાહેર થતાં ગયાં તેમ તેમ સાથી યુવા છાત્રોએ
ઢોલના તાલે ઉજવણી કરી વિજેતાઓને પેંખી તેમના વધામણા કર્યા હતા. સમગ્ર કચ્છમાંથી મોટી
સંખ્યામાં યુવા છાત્રો ઊમટી પડતાં સમાપન સમારોહ જ્યાં યોજાયો એ હોલ પણ ટૂંકો પડયો હતો.
સંચાલન ડો. અમર મહેતાએ કર્યું હતું. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સંયોજક ડો. કાશ્મીરા
મહેતા, સહસંયોજક ડો. વિજય રામ, ડો. હીના
ગંગર તેમજ કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા વિશેષ જહેમત ઉઠાવવવામાં આવી હતી. આ યુવક મહોત્સવથી
વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલાપ્રતિભા બહાર આવી છે અને તેમની વ્યાવસાયિક કુશળતા તેમજ
આત્મવિશ્વાસમાં વધારો થયો છે.વિજેતાઓની સાથે યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ કોલેજના
ટીમ મેનેજર ઉપરાંત બે દિવસીય આયોજનમાં સહકાર આપનાર તમામ સહયોગીઓનું વિશેષ મોમેન્ટો
આપી બહુમાન કરાયું હતું. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝિક્યુટિવ
કમિટિના સભ્યો, વિવિધ વિભાગના ડીન, કોલેજના
આચાર્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા. - વિજેતા સ્પર્ધકોની યાદી : માર્ચ પાસ્ટ
: પ્રથમ આર. આર. લાલન કોલેજ-ભુજ, બીજે
ડો. એચ.આર. ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશન-આદિપુર, ત્રીજે શ્રી સહજાનંદ
ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ-ભુજ. ફૂડ ફેસ્ટ : પ્રથમ ડો. એચ. આર. ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશન-આદિપુર,
બીજે એમ. ડી. કોલેજ ઓફ એજ્યુકેશન-ભુજ, ત્રીજે ડિપાર્ટમેન્ટ
ઓફ કેમિસ્ટ્રી. સંગીત વિભાગ
(સોલો) ક્લાસિકલ વોકલ (હિન્દુસ્તાની/કર્ણાટકી) : પ્રથમ : યાશીતા પાલ, બીજે : મહેતા જ્યોતિ યોગેશભાઇ, ત્રીજે : ગોસ્વામી તોરલ કૌશિકગર. ક્લાસિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ સોલો (પરક્યુશન)
: પ્રથમ : ગોસ્વામી ધ્યાનિ દિલીપગર, બીજે : રૂપારેલ ધ્રુવ પ્રદીપ,
ત્રીજે : ગોર હરેશ વિરેનભાઇ. ક્લાસિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ સોલો (નોન-પરક્યુશન)
: પ્રથમ : પરમ ભરતભાઇ ટાંક, બીજે : સુનીલ બબલદાસ પ્રજાપતિ,
ત્રીજે : પ્રાચી મહેશગર ગુંસાઇ. લાઇટ (ઇન્ડિયન) : પ્રથમ : નાથી મમુભાઇ
રબારી, બીજે : પ્રગતિબા જાડેજા, ત્રીજે
: તોરલ કૌશિકગર ગોસ્વામી. વેસ્ટર્ન વોકલ (સોલો) : પ્રથમ : મેપાર હિમાની કિરીટભાઇ,
બીજે : મહેક ધર્મેન્દ્ર સથવારા, ત્રીજે : રાયાણી
તિથિ. નૃત્ય વિભાગ (સોલો) ક્લાસિકલ ડાન્સ (ઇન્ડિયન) : પ્રથમ : જીલ હિતેશભાઇ સોરઠિયા,
બીજે : ભારદિયા હેત્વી હિરેન, ત્રીજે : સાક્ષી
ત્રિવેદી. થિયેટર વિભાગ (સોલો) મિમિક્રી : પ્રથમ : ધારા સોંડગરા, બીજે : તનિષ્ક શર્મા, ત્રીજે : મોહમદ ઉબેર જકરિયા હિંગોરા.
મોનો એક્ટ : પ્રથમ : જોશી સાહિલ હરીશભાઇ, બીજે : પ્રિન્સી કાનડે,
ત્રીજે : મેપાર હિમાની કિરટભાઇ. સાહિત્ય વિભાગ (સોલો) વકતૃત્વ : પ્રથમ
: ભારદિયા હેત્વી હિરેન, બીજે : જાડેજા ઇશાબા મહેન્દ્રસિંહ,
ત્રીજે : કાલિંદી રાજગોર. ફાઇન આર્ટ વિભાગ (સોલો) ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ
: પ્રથમ : પઠાણ રાહીલા કાસમ, બીજે : બંસી ગોર, ત્રીજે : સોની આરમી. કોલાજ : પ્રથમ : ડુડકિયા રિદ્ધિ અતુલભાઇ, બીજે : ભારદિયા ખુશાલી, ત્રીજે : કુશવાહ દેવેન્દ્રસિંઘ
ચેતરામસિંહ. પોસ્ટર મેકિંગ : પ્રથમ : દીતિશા સોની, બીજે : ઉમરાણિયા
ક્રિશા રમેશભાઇ, ત્રીજે : હર્ષ મહેશ્વરી. ક્લે મોડેલિંગ : પ્રથમ
: ઉમરાણિયા ક્રિશા, બીજે : ચૌધરી તન્મય, ત્રીજે : આજી પૂનમચંદ બારોટ. કાર્ટૂનિંગ : પ્રથમ : ઝાલા નેહલબા નરેન્દ્રસિંહ,
બીજે : દીતિશા સોની, ત્રીજે : ગૌતમ અજાણી. રંગોલી
: પ્રથમ : રાજ મેઘાણી, બીજે : ભંગી રમીલા હીરાભાઇ, ત્રીજે : ડાયાણી નેહા પ્રવીણભાઇ. સ્પોટ ફોટોગ્રાફી : પ્રથમ : હિત ગોસ્વામી,
બીજે : હિમાંશુ જોશી, ત્રીજે : બુરહાની શબ્બીર
કુતુબુદ્દીન. મહેંદી : પ્રથમ : ભૂમિ અરવિંદ હીરાણી, બીજે : શ્રેયા
સુનીલ વ્યાસ, ત્રીજે : ગૂંજન અતુલભાઇ ચાવડા. ઇન્સ્ટોલેશન : પ્રથમ
: ડાયાણી નેહા પ્રવીણભાઇ, ઝાલા કૃષિતાબા સી., સોની મીરાં એચ., બીજે : નઝરા, યશ્વી
વર્મા, ઉર્વશી ચૌરસિયા, હની પ્રસાદ,
ત્રીજે : ઉમરાણિયા ક્રિષ્ના, ગઢવી વિરાજ,
પરમાર સન્ની, ગોવડા વૈષ્નવી. (બાકીના વિજેતાઓના નામ આગામી દિવસોમાં પ્રસિદ્ધ
થશે.) - જનરલ ચેમ્પિયન
: બ્લોક-સી, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ આર.આર. લાલન કોલેજ, ભુજ સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ
એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ભુજ - ઇવેન્ટ વાઇઝ
ચેમ્પિયન : તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, આદિપુર સંગીત બ્લોક-સી, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ નૃત્ય ગવર્નમેન્ટ
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અંજાર સાહિત્ય ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, માંડવી થિયેટર બ્લોક-સી, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ ફાઇન આર્ટસ