• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

સ્ત્રી વિશેષ અધિકારો, કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી અપાઈ

નખત્રાણા, તા. 31 : અહીં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ન્યાય, નાગરિકના અધિકારો, ત્રી વિશેષ અધિકારો, મહિલા હેલ્પલાઈન નં. 181 વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી શિબિર યોજાઈ હતી. જીએમડીસી કોલેજ, નખત્રાણા ખાતે યોજાયેલી આ શિબિરમાં કોર્ટના પેરાલીગલ વોલિન્ટિયર વિશાલ રવજીભાઈ બારમેડાએ કાયદાની જોગવાઈઓ સમજાવી હતી. ત્રીઓના અધિકારો, સુરક્ષા માટેના કાયદા, 181 મહિલા હેલ્પલાઈન વિશે જણાવ્યું હતું. પોલીસ અને કાયદાની કાર્યવાહી વિશે માહિતી આપી ડર વિના પોલીસની મદદ લેવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બેંકિંગ ક્ષેત્રે થતી છેતરપિંડી અંતર્ગત માહિતી આપતાં લીગલ આસિસ્ટન્ટ જ્યોતિબેન સુથારે બેંક ખાતાંમાંથી પૈસા ઉપડી જાય તો લેવાનાં પગલાં વિશે તથા સાયબર હેલ્પલાઈન નં. 1930 વિશે વિગતે જણાવ્યું હતું. પેરાલીગલ વોલિન્ટિયર જયશ્રીબેન જોષીએ કાયદાકીય સલાહ માટે કાનૂની સેવા હેલ્પલાઈન નં. 15100 વિશે જણાવ્યું હતું. કોલેજના આચાર્ય વિષ્ણુભાઈ ત્રિવેદીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. કોઈ પણ પ્રકારની કાનૂની સલાહ કે સહાય માટે નખત્રાણા કોર્ટ ખાતે કાર્યરત ઈ-સેવા કેન્દ્રનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો હતો. 

Panchang

dd