• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

તેલુગુ ફિલ્મ અભિનેતા કચ્છની સંસ્કૃતિ-આતિથ્યભાવથી પ્રભાવિત

ભુજ, તા. 31 : તેલુગુ ફિલ્મના જાણીતા અભિનેતા, લેખક અને દિગ્દર્શક પોસાની કૃષ્ણ મુરલીએ પોતાની કચ્છયાત્રા દરમિયાન ભુજોડી સ્થિત વંદે માતરમ્ મેમોરિયલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હીરાલક્ષ્મી પાર્કમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત `યલો ફોર્ટ' ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા પોસાની કૃષ્ણ મુરલીએ જણાવ્યું કે, કચ્છની સંસ્કૃતિ, અહીંના લોકોનો પ્રેમ અને વંદે માતરમ મેમોરિયલનું રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત વાતાવરણ તેમને ખૂબ જ પ્રભાવિત કરી ગયું છે. પોસાની કૃષ્ણ મુરલીએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં 10થી વધુ ફિલ્મો માટે પટકથા લખી છે. અનેક સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. 

Panchang

dd