ભુજ, તા. 17 : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ સંસ્કૃત સાહિત્ય
અકાદમી સારસ્વત વૈદિક પંડિતોનું સન્માન કરાય છે, જે અંતર્ગત આ
વર્ષ 2025નો વેદ-શાત્ર પારંગત પંડિત
પુરસ્કાર નખત્રાણા કોલેજના આચાર્ય ડો. વિષ્ણુપ્રસાદ ચંદ્રકાંત ત્રિવેદીને સામવેદી પંડિત
તરીકે પ્રાપ્ત થયો હતો. ડો. ત્રિવેદીએ બાલ્યકાળમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં સાત વર્ષ
ગુરુકુળમાં રહીને સામવેદનો સસ્વર અભ્યાસ કરીને સંપૂર્ણ સામવેદ કંઠસ્થ કર્યો છે. વૈદિક
સંસ્કૃતિના સેવાયજ્ઞમાં આ યોગદાન સાથે સંસ્કૃત સાહિત્યનો પણ અભ્યાસ કરીને પીએચ.ડી.ની
પદવી પ્રાપ્ત કરી નખત્રાણા કોલેજમાં વર્તમાનમાં આચાર્ય તરીકેની સેવા આપી રહ્યા છે.
સામવેદની સેવાની નોંધ લઈને ગુજરાત સરકારે વર્ષ 2025નો આ પુરસ્કાર અર્પણ કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે અષાઢના
પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી હોલમાં યોજાયેલા સંસ્કૃત મહોત્સવમાં ગુજરાત સરકારના
શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગુજરાત
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશભાઈ જ્હા તથા મહામાત્ર જયરાજાસિંહ જાદવના હસ્તે
આ એવોર્ડ એનાયત કરાયો હતો.