• રવિવાર, 19 જુલાઈ, 2026

ટુંડાનાં ગેરકાયદે કોમર્શિયલ દબાણોનો સફાયો

મુંદરા, તા. 18 : સરકારી કિંમતી જમીનો પર થયેલાં દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી દરમ્યાન વધુ એક આવી જ કાર્યવાહીમાં મુંદરા તાલુકાના ટુંડા-કાંડાગરા, શિરાચા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી તંત્રનું  આવી 17 દુકાન અને બે ઓફિસના ગેરકાયદે કોમર્શિયલ દબાણો પર બુલડોઝર ફરતાં 2512 ચો.મી. જમીન દબાણ મુક્ત થઇ હતી. આ વાણિજ્ય હેતુ માટેની જમીનની કિં. 3,76,80,000 થાય છે. સતત ચાલી રહેલી આ દબાણ હટાવની કામગીરીથી આવા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ મુંદરા તાલુકાના ટુંડાની સરકારી  ટ્રાવર્સ નં. 180 પૈકીની જમીન ઉપર થયેલાં વાણિજ્ય હેતુનાં દબાણો બાબતે દબાણો દૂર કરવા હુકમ થયા બાદ આવા ગેરકાયદે દબાણકર્તા એવા આદમ બોટી (રહે. માંડવી), સાહીદ આદમ (રહે. ભુજ), સાલેમામદ કુંભાર (રહે. ટુંડા, તા. મુંદરા)ની બે દુકાન 400 ચો.મી. કિં. રૂા. 60 લાખ, કિશોર મહેશ્વરી (રહે. મોટા કાંડાગરા) એક દુકાન 100 ચો.મી. કિં. રૂા. 15 લાખ, વિમલ મહેશ્વરી (રહે. મોટા કાંડાગરા)ની એક દુકાન 210 ચો.મી. કિં. રૂા. 31.50 લાખ, અબ્દુલ ચાકી (રહે. માંડવી) એક દુકાન 100 ચો.મી. કિં. રૂા. 15 લાખ, વંકાભાઇ પંચાભાઇ રબારી (રહે. ટુંડાવાંઢ, તા. મુંદરા)ની બે ઓફિસ 184 ચો.મી. કિં. રૂા. 27.60 લાખ, ઇશાક હાજી અબડા અને જાબી ઇશાક અબડા (રહે. બંને મથડા તા. અંજાર)ની ચાર દુકાન 708 ચો.મી. કિં. રૂા. 1,06,20,000 તેમજ કુલદીપસિંહ જાડેજા અને મોહનસિંહ રાઠોડ (રહે. બંને ટુંડા, તા. મુંદરા)ની સાત દુકાન 700 ચો.મી. જેની કિં. રૂા. 1,05,00,000 અને ગુલામહુસેન ચાકી (રહે. મોટા કાંડાગરા)ની એક દુકાન 110 ચો.મી. જેની કિં. 16,50,000 એમ કુલ્લે 2512 ચો.મી.ની જમીન જેની કિં. રૂા. 3,76,80,000વાળી દબાણમુક્ત કરાઇ હતી. મુંદરાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર તથા મુંદરા પોલીસની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થયેલી આ દબાણ હટાવની કામગીરી દરમ્યાન વહીવટીતંત્રનો સ્ટાફ તથા પીજીવીસીએલનો સ્ટાફ હાજર રહ્યો હતો. 

Panchang

dd