• રવિવાર, 19 જુલાઈ, 2026

ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામમાં પૂર્વ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મેચ રમવા આવ્યા હતા અને અહીં મેચ જોવા આવેલા યુવાનો પાસે છાત્રો કી ગુંજ ઝુંબેશ હેઠળ હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ શિક્ષણ રોજગાર તથા સમાન તકો અને વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે આ ઝુંબેશમાં યુવાનોની તાકાતને સહભાગી બનાવી રહી છે અને તે અંતર્ગત જ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મુસ્તાક સોઢા તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર તથા પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અમૃતદાસ ગુપ્તા, એસસીસેલ ગુજરાત પ્રદેશ મહામંત્રી કોકિલાબેન ધેડા, કેકેસી કચ્છ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સોલંકી, ગાંધીધામ મહાનગર શહેર કાર્યકારી પ્રમુખ નીલેશ ભાનુશાલી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતનભાઈ જોશી, ગાંધીધામ શહેર પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધી, તાલુકાના પૂર્વ પ્રમુખ ઓસમાણ ગની હાજી માજોઠી, શબ્બીરભાઈ કુરેશી, મૃત્યુજયદાસ ગુપ્તા, લક્ષ્મીબેન દાસરી, કિશોરભાઈ ધેડા અને યુવક કોંગ્રેસના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી જોબભાઈ, જિલ્લા મહામંત્રી શાહનવાઝ વોરા, ગાંધીધામ વિધાનસભા પ્રમુખ વિશાલ ધેડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd