• રવિવાર, 19 જુલાઈ, 2026

ચીનની ચેનને હરાવી, સિંધુ જાપાન ઓપનની ફાઈનલમાં

ટોક્યો, તા. 18 : ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પહોંચી છે. મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં સિંધુએ ચીનની ચેન યુફેઈને 21-19, 15-10થી હરાવી હતી. ઓલિમ્પિક ચેમ્પિયન યુફેઈ સ્નાયૂ ખેંચાઈ જવાથી ઈજાના કારણે મુકાબલો પૂરો કરી શકી હોતી અને કોર્ટ છોડવાની ફરજ પડી હતી. આ જીતથી સિંધુએ ચેન યુફેઈ સામે સતત પાંચ હારનો સિલસિલો ખતમ કર્યો છે. હવે ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી સામે થશે. પીવી સિંધુએ પોતાની કારકિર્દીમાં પહેલી વખત જાપાન ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી છે. પીવી સિંધુની ગત ટૂર ફાઇનલ 2024ના સૈયદ મોદ ઇન્ટરનેશનલમાં હતી. જ્યાં ખિતાબ નામે કર્યો હતો. મુકાબલાની શરૂઆત સિંધુ માટે સરળ રહી નહોતી. યુફેઈએ શરૂઆતી સરસાઈ મેળવી હતી પણ ભારતીય ખેલાડીએ શાનદાર વાપસી કરતા સતત ચાર અંક જીત્યા હતા અને સ્કોર 10-5 કર્યો હતો. બ્રેક સુધી સિંધુ સરસાઈ જાળવી રાખવામાં સફળ રહી હતી. એક સમયે સ્કોર 19-19 સુધી પહોંચ્યો હતો. જો કે દબાણમાં સારી રમત બતાવીને સિંધુએ પહેલો સેટ 21-19થી નામે કર્યો હતો. બીજી ગેમમાં પણ સિંધુએ આક્રમક રમત બતાવી હતી. બીજી તરફ યુફેઈ હેમસ્ટ્રિંગનો સામનો કરી રહી હતી. અંતે યુફેઈએ 15-10ના સ્કોરે મેચ છોડવી પડી હતી અને સિંધુ ફાઇનલમાં પહોંચી થઈ હતી.  

Panchang

dd