• રવિવાર, 19 જુલાઈ, 2026

આર્ટિકલ 370ને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હી, તા. 18 : આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંતને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.  પોલિટિકલ ડ્રામા ફિલ્મ `આર્ટિકલ 370'ને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો, જ્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને  શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેતા માટે આ વખતે બોલીવૂડ અને સાઉથના એક-એક અભિનેતાની પસંદગી કરવામાં આવી છે. સાઉથના મામૂટી (ફિલ્મ બ્રહ્માયુગમ) અને બોલીવૂડના કાર્તિક આર્યન (ફિલ્મ ચંદુ ચેમ્પિયન)ને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મ `અમરન' માટે રાજકુમાર પેરિયાસામીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર `મારણ'ને મળ્યો હતો.જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફીચર ફિલ્મો અને નોન-ફીચર ફિલ્મોને આપવામાં આવ્યા છે.આ સમારોહનું પ્રસારણ  પીઆઈબીએ ઇન્ડિયાએ યુ-ટયુબ પર કર્યું હતું. આ વર્ષે નેશનલ એવોર્ડમાં ફિલ્મ સમીક્ષકો અને તેમનાં કાર્યને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ફિલ્મ અને સિનેમા વિષયક લેખન માટે વિવિધ ભાષાઓમાં કુલ 24 એન્ટ્રી મળી હતી. જાણીતા ફિલ્મ સમીક્ષક સંજીવ શ્રીવાસ્તવે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિકનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે.  

Panchang

dd