• શનિવાર, 18 જુલાઈ, 2026

સિંધુનો જાપાન ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ

ટોક્યો, તા.17 : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાન ઓપન-70 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી છે. કવાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો જાપાનની અનુભવી ખેલાડી નાઓમી ઓકુહારા વિરુદ્ધ હતો પરંતુ ઓકુહારાએ વોકઓવર આપી દેતા આ મેચ રમાઈ ન હતી અને સિંધુને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આથી સિંધુનો જાપાન ઓપનના અંતિમ-4 રાઉન્ડમાં પ્રવેશ થયો હતો. સેમિ ફાઇનલમાં સિંધુની ટક્કર ચીનની પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન વિશ્વ નંબર 4 ખેલાડી ચેન યુફેઇ વિરુદ્ધ થશે. બન્ને વચ્ચે 14 મેચ રમાઈ છે. જેમાં સિંધુને 6માં જીત અને 8મા હાર મળી છે. પાછલા પાંચ મેચ ચીની ખેલાડીના પક્ષમાં રહ્યા છે. 2023માં ડેનમાર્ક ઓપન બાદ સિંધુ પહેલીવાર કોઇ 70 બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિમાં પહોંચી છે.  

Panchang

dd