• રવિવાર, 19 જુલાઈ, 2026

`લવ જેહાદ'ના ચકચારી કેસમાં આરોપીને આજીવન કેદ

ભુજ, તા. 18 : ત્રણેક વર્ષ પહેલાં મુંબઈથી શરૂ થયેલા અને માંડવી તાલુકાના એક ગામ સુધી પહોંચેલા યુવતીના `લવ જેહાદ'ના બનાવમાં અંતે પડદો પડી ચૂક્યો છે. જિગર બનેલા જિયાદના આ ચોંકાવનારા કેસમાં આરોપી જિયાદ ઉર્ફે જિગર ઉર્ફે સમીર લતીફ શેખ (રહે. કાલઠન, તા. ઈન્દાપુર, જિ. પુના, મહારાષ્ટ્ર)ને ભુજની સ્પે. પોકસો કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને કુલ રૂા. બે લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ફરિયાદી તરફે 45 દસ્તાવેજી પુરાવા તથા 16 સાક્ષી તપાસી સ્પે. પોકસો કોર્ટના જજ જે.એ. ઠક્કરે ગુનાની ગંભીરતાની નજરે ચુકાદો આપતાં નોંધ લેતાં જણાવ્યું હતું કે, દેશમાં ઘણા બધા લોકો વસવાટ કરે છે અને જો આવા પ્રકારના બનાવ બનતા રહે અને તેમાં સતત વધારો થતો રહે તો તે સંપૂર્ણ સમાજ, દેશ તથા દરેક ધર્મ માટે જોખમ સ્વરૂપ છે.  આ ચર્ચાસ્પદ કેસની ટૂંક વિગતો મુજબ, ત્રણેક વર્ષ પૂર્વે આરોપી જિયાદ શેખે હિન્દુ સગીરાઓને ફસાવવાના ઈરાદે પોતાના મોબાઈલમાં ઙ્કrિયય શિયિ ખફડ્ઢઙ્ખ નામની ગેમમાં પોતાનો અસલી ધર્મ છુપાવી `િજગર' નામનું ફેક આઈડી બનાવ્યું હતું. ગેમ રમતી વખતે તેણે અનુસૂચિત જાતિની સગીર વયની ફરિયાદીની બહેન સાથે મિત્રતા કેળવી હતી. સગીરા હોવાની જાણ હોવા છતાં તેને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આટલેથી ન અટકાતાં આરોપીએ સગીરાની જાણ બહાર તેના કઢંગી હાલતના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરીથી મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નિકાહ કરવાનું દબાણ કર્યું હતું. સગીરાએ ધર્માંતરણની ના પાડતાં આરોપીએ તેને બદનામ કરવાના ઇરાદે તે ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા, જેના કારણે સગીરાની સગાઈ પણ તૂટી ગઈ હતી. આ મામલે બોર્ડર રેન્જ ભુજ સાયબર પોલીસ સ્ટેશનમાં તા. 16-10-24ના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. એસ.સી.એસ.ટી સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયન દ્વારા તપાસ પૂર્ણ કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જે બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ પ્રોસીક્યુશન તરફે ધારદાર દલીલો કરી હતી અને ફરિયાદીના મૂળ વકીલ ડી.એસ. જાજાણી હાજર રહ્યા હતા. કોર્ટે આરોપી જિયાદ લતીફ શેખને અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદ અને કુલ રૂા. બે લાખનો  દંડ ફટકારતો ચુકાદો આપી ભોગ બનનારને રૂા. ચાર લાખ વળતર ચૂકવવા ડી.એલ.એસ.એ.ને ભલામણ કરતો હુકમ કર્યો છે.  

Panchang

dd