• રવિવાર, 19 જુલાઈ, 2026

ભાજપ ધારાસભ્ય રમણ વોરાને ઝટકો

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન હડપ કરવાના મામલે ઈડરના મામલતદાર પૂજા જોશીએ ઐતિહાસિક ચુકાદો આપતાં ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારને મોટો ફટકો પડ્યો છે. દાવડ ગામની સીમમાં આવેલી જમીનને શ્રી-સરકાર માં ફેરવી દેવામાં આવી છે. ધારાસભ્ય રમણ વોરા, પત્ની કુસુમ વોરા, પુત્ર સુહાગ વોરા અને ભૂષણ વોરા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત તરીકે નામ દાખલ કરાવ્યું હતું. જૂના સર્વે નંબર 792 (નવા સર્વે નંબર-548)ની જમીનને સરકારી મિલકતમાં ફેરવવામાં આવી છે.  આ નિર્ણય બાદ સ્થાનિક રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ફરિયાદીએ લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં આવેલી સર્વે જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત અન્ય બિનખેડૂતોને ખોટી રીતે ખેડૂત ખાતેદાર તરીકે દાખલ કરવામાં આવ્યા છે. અરજદારે ગણોતધારા હેઠળ કાર્યવાહીની માંગ કરતાં કલેક્ટર કચેરીએ ઈડરના નાયબ કલેક્ટરને તપાસ કરી અહેવાલ આપવા માંગણી કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાં તપાસ શરૂ થઈ હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારજનો સતત ગેરહાજર રહ્યા હતા. મુદતો પતી જવા છતાં તેઓ હાજર ન થતા મામલતદાર પૂજા જોશીએ ઉપલબ્ધ દસ્તાવેજો, રજૂઆતો અને લાગુ કાયદાકીય જોગવાઈઓના આધારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કાર્યવાહીથી ધારાસભ્ય રમણ વોરા માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે.  

Panchang

dd