મિયામી, તા.17 : ફીફા વર્લ્ડ કપનો કાંસ્ય ચંદ્રક
માટેનો મુકાબલો ભારતીય સમય અનુસાર શનિવારે મોડી રાત્રે 2-30 વાગ્યાથી શરૂ થશે. સેમિ ફાઇનલની
બે પરાજિત ટીમ ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચમાં ટક્કર થશે. પ્રથમ
સેમિમાં ફ્રાંસનો સ્પેન સામે 0-2થી પરાજય
થયો હતો જ્યારે ઈંગ્લેન્ડ ટીમ બીજા સેમિમાં આર્જેન્ટિના વિરુદ્ધ 1-2 ગોલથી હારી હતી. ફીફા વર્લ્ડ
કપમાં હાલ લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં આગળ ચાલી રહ્યો છે, પણ ફ્રાંસના કેપ્ટન કિલિયન એમ્બાપે પાસે મેસ્સીથી
આગળ થવાની તક છે. મેસ્સીએ 8 ગોલ કર્યા છે અને 4 આસિસ્ટ કર્યા છે. એમ્બાપેના નામે પણ 8 ગોલ છે. તેણે 3 આસિસ્ટ કર્યા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજા
સ્થાન માટેની મેચમાં એમ્બાપે એક ગોલ કરશે તો તેના 9 ગોલ થઇ જશે. જો કે ફાઇનલમાં મેસ્સી પાસે પણ એમ્બાપેથી આગળ થવાની
તક રહેશે.