નવી દિલ્હી, તા. 18 : ભારતીય અવકાશના
ઈતિહાસમાં શનિવારનો દિવસ સીમાચિહ્નરૂપ બની રહ્યો. દેશની પ્રથમ ખાનગી અવકાશ કંપની `સ્કાઈરૂટ એરોસ્પેસ' દ્વારા ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ કર્યું હતું. આ પરીક્ષણ પહેલા પ્રયાસમાં
જ સફળ રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે
બપોરે વિક્રમ 12 અને પાંચ મિનિટે સફળતાપૂર્વક
છોડાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાઈરૂટના સ્થાપક પવનકુમાર ચંદનાને ફોન કરીને
વિક્રમ-1 રોકેટનાં સફળ પરીક્ષણ બદલ વધામણી આપી હતી.
આજના લોંચિંગને `િમશન આગમન' નામ અપાયું હતું. વિક્રમ રોકેટ ટેક્નોલોજીથી
માંડીને કલા સાથે જોડાયેલા પેલોડ્સ સાથે લઈ ગયું છે. સ્કાઈરૂટે 2022માં વિક્રમ-એસ સબ ઓર્બિટલ રોકેટ
છોડયું, જે 89.5 કિ.મી.ની ઊંચાઈએ ગયું હતું. આજે છોડાયેલું વિક્રમ-1 રોકેટ 450 કિ.મી. સુધી પૃથ્વીની સર્ક્યુલર નીચલી કક્ષાએ પહોંચી ગયું હતું, જે ભારતનાં અવકાશ ક્ષેત્ર માટે એક મોટી સફળતા
મનાઈ રહી છે. વૈજ્ઞાનિક સી. વી. રામન, ડો. વિક્રમ સારાભાઈ અને
ડો. કલામની સૂક્ષ્મ મૂર્તિઓ કોતરેલું 18 કેરેટ સોનાનું રોકેટ અને વંદે માતરમ્ લખેલું વડાપ્રધાન મોદીનું
પોસ્ટકાર્ડ રોકેટ સાથે મોકલાયું હતું.