મુંબઈ, તા. 18 : સલમાન ખાન બાદ હવે અભિનેતા
આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવ્યા છે. શનિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ
તરફથી એક ધમકીભર્યો પત્ર અને ઓડિયો મેસેજ મુકાયો હતો. આ પત્રમાં ગેંગના સભ્યો આરઝુ
બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈનાં નામ લખેલા છે. પત્રમાં આમિર ખાન અને ગૌરી પ્રેટનાં લગ્નને
`લવ જેહાદ' ગણાવીને અભિનેતાને ગંભીર પરિણામો ભોગવવાની અને
પાઠ ભણાવવાની ધમકી આપવામાં આવી છે. ગેંગ દ્વારા
પત્રમાં આરોપ છે કે, `આમિર ખાન
જેવા લોકો સ્ટારડમનાં નામે આપણા દેશમાં લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે અમારી સંસ્કૃતિ અને દેશ બંનેની વિરુદ્ધ છે.
અમે આ પ્રકારનાં કૃત્યને બિલકુલ સહન નહીં કરીએ.' ધમકી આપનારાઓએ
ચેતવણીના સ્વરમાં કહ્યું છે કે, જે કોઈ પણ આવી બાબતોને પ્રોત્સાહન
આપશે, તેને ગેંગ પોતાના અંદાજમાં ખૂબ જ જલ્દી જવાબ આપશે અને તેના
`શ્વાસ દબાવી દેવામાં આવશે'.