રાપર, તા. 18 : અમદાવાદ ખાતે યોજાયેલી 62મી ગુજરાત રાજ્ય શાટિંગ ચેમ્પિયનશિપ - 2026માં 50 મીટર રાઇફલ પ્રોન પુરુષ વર્ગમાં
યશદેવ સ્પોર્ટ્સ એન્ડ શાટિંગ એસોસીએશન તરફથી કચ્છનું પ્રતિનિધિત્વ કરતા તેમજ ગુજરાત
સ્ટેટ રાઇફલ એસોસીએશન અને નેશનલ રાઇફલ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે માંડવીના દીપ
વિનુભાઈ થાનકીએ 550 સ્કોર મેળવી
જરૂરી લઘુત્તમ ક્વોલિફાઇંગ સ્કોરને પાર કરી `એસ્પાયરિંગ શૂટર' તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આ પ્રદર્શનના આધારે તેમણે વેસ્ટ ઝોનલ શાટિંગ
ચેમ્પિયનશિપ, પ્રિ-નેશનલ ચેમ્પિયનશિપ અને ઓલ ઇન્ડિયા જી.વી. માવલંકર
શાટિંગ ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ માટે પણ ક્વોલિફાય કર્યું છે. સાથે પીએચ.ડી.નો
અભ્યાસ અને સંશોધન કાર્ય પણ ચાલુ છે.