• ગુરુવાર, 09 જુલાઈ, 2026

મોથાળા પ્રા. શાળામાં પેવરબ્લોક રેતીમાં નખાયા ને તુરંત ફરી ઊખડી પણ ગયા

મોથાળા (તા. અબડાસા), તા. 8 : અબડાસા તાલુકાના મોથાળા ગામે પ્રાથમિક શાળાનાં મેદાનમાં એક વખત પથરાયેલા ઈન્ટરલોક કાઢી ફરીથી મઢવા માત્ર રેતીમાં પેવરબ્લોક નાખી દેવાતાં ઊખડી જતાં ફરી કાઢવાની નોબત આવતાં આ પ્રકારના કોન્ટ્રાક્ટરનાં કામથી ખુદ ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અહીંની પંચાયતી પ્રાથમિક શાળામાં ઘણા સમય પહેલાં પેવરબ્લોક લાગેલ હતા, પરંતુ હાલમાં બારોબાર કોન્ટ્રાક્ટ મળ્યો કે જૂના ઈન્ટરલોક કાઢી આંગણાને ઊંચે લાવવામાં આવશે. કામ શરૂ કરાયું, પરંતુ પેવરબ્લોકની નીચે માત્ર સાદી રેતી નાખી પુન: એ જ જૂના બ્લોક નાખી દેવાયા હતા. ફિટિંગ તો એવી રીતે કરાયું કે વિદ્યાર્થીઓની આવનજાવનથી જ પેવરબ્લોક ઊખડવા લાગતાં સ્થાનિક એસ.એમ.સી. દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઉહાપોહ ઊઠતાં કોન્ટ્રાકટરે પોતાના માણસો મોકલી ફરી એ જ રેતીમાં લગાડેલા પેવરબ્લોક ઊખેડી નાખીને લોબીમાં ખડકી દીધા હતા. કોન્ટ્રાક્ટરને ગામમાંથી જાણ કરવા છતાં તેમણે આવવાની તસ્દી લીધી નથી. લાખો રૂપિયાના ખર્ચે બારોબાર મળતા કોન્ટ્રાક્ટ આ કોન્ટ્રાક્ટરો પેટા માણસોને કામ સોંપી દઈને શિક્ષણ તંત્રમા મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. આ મુદ્દે કોન્ટ્રાક્ટર સંજય સોલંકીને પૂછતાં તેમણે કહ્યું કે, મને જાણ થઈ કે, પેવરબ્લોક ઊખડી ગયા છે. હવે ફરીથી લગાડવાનું કીધુ છે, પણ એ જ જૂના બ્લોક વાપરવાના છે, આ સવાલ સામે પણ કહ્યું કે, હા જૂના જ લાગશે. 

Panchang

dd