દયાપર (તા. લખપત), તા. 8 : પાનધ્રો રેવન્યૂ
બિનખેતી સર્વે નંબર 255 પૈકી 28 અને 29વાળી જમીનમાં મનાઇ હુકમ છતાં બાંધકામ પ્રવૃત્તિઓ
થતી હોવાની ફરિયાદ સાથે નવાનગર ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
છ વર્ષ પહેલાં આધાર-પુરાવા સહિત આવેદનપત્ર આપ્યાં છતાં કોઇ પગલાં ભરાયાં નથી, આ બાબતે એસ.એસ. આર.ડી. મહેસૂલ વિભાગ સચિવ અમદાવાદ
કોર્ટ દ્વારા જમીનમાં કોઇ બાંધકામ પ્રક્રિયાનો મનાઇ હુકમ હોવા છતાં કામ ચાલુ રખાયાની
ફરિયાદ ઊઠી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં માગણી કરાઇ છે. તેવું અગ્રણીઓ
જવારા મહારાજ (ઔદિચ્ય બ્રહ્મસમાજ), તા.પં. પૂર્વ સભ્ય જવાહરલાલ
રામદયા, યુવા ભાજપના નવીન જોશી સહિતે જણાવ્યું હતું.