• ગુરુવાર, 09 જુલાઈ, 2026

સરહદ ડેરીમાં અમૂલ ગોરસ ઘોળવુનું ઉત્પાદન શરૂ કરાયું

અંજાર, તા. 8 : કચ્છના પશુપાલકો અને ગ્રાહકોને ગુણવત્તાસભર તેમજ પરંપરાગત દૂધ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે સરહદ ડેરી દ્વારા `અમૂલ ગોરસ ઘોળવું'નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે   જણાવ્યું હતું કે, સરહદ ડેરી હંમેશાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત. પૌષ્ટિક અને નવીન દૂધ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ રહી છે. `અમૂલ ગોરસ ઘોળવુ'ના ઉત્પાદનની શરૂઆતથી હવે કચ્છના ગ્રાહકોને કાઠિયાવાડની પરંપરાગત સ્વાદિષ્ટ વાનગી સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ બનશે. ભવિષ્યમાં પણ પશુપાલકોના હિત અને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવાં ઉત્પાદનો બજારમાં રજૂ કરવામાં આવશે. આ `અમૂલ ગોરસ ધોળવું' 800 ગ્રામની પાકિંગમાં માત્ર 50 રૂપિયાની વાજબી કિંમતે ઉપલબ્ધ રહેશે. ઘોળવું સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ લાભદાયક છે તેના નિયમિત સેવનથી હાડકાંને મજબૂત બનવામાં મદદ મળે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ શરીરને જરૂરી પોષક તત્ત્વો પ્રાપ્ત થાય છે તેવું જણાવાયું હતું. 

Panchang

dd