• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને પ્રોત્સાહન આપવા સંસ્થાઓ આગળ આવે

ગાંધીધામ, તા. 8 : સમાજના દરેક વર્ગ સુધી  શિક્ષણનો અવસર દરેક વર્ગ સુધી પહોંચે અને વિશેષ જરૂરિયાત ધરાવતા  બાળકોને અભ્યાસ માટે જરૂરી  પ્રોત્સાહન મળી રહે તે હેતુથી  આદિપુર સ્થિત બહેરા મુંગા શાળા ખાતે  વિદ્યાર્થીઓનેઁ  શૈક્ષણિક કીટનું વિતરણ ગાંધીધામ જાયન્ટસ ગ્રુપ દ્વારા કરાયું હતું.  જાયન્ટસ ગ્રુપ ગાંધીધામના પ્રમુખ તેજાભાઈ કાનગડએ જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનમાં પરિવર્તન લાવતું શક્તિશાળી સાધન છે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોમાં અદભુત પ્રતિભા અને સંભાવના રહેલી હોય છે.  સમાજની સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, સવલતોયોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી નિભાવવી જોઈએ.  જાયન્ટસ ગ્રુપ હંમેશા શિક્ષણ સેવા અને માનવતાના કાર્યોમાં અગ્રેસર રહી સમાજમાં વંચિત અને જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવા માટે પ્રતિબંધ હોવાનું તેમણે જણાવ્યું હતું. માતા લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેસી અગ્રવાલે જાયટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સેવાભાવી પહેલને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવી હતી. શાળાના આચાર્ય મેહુલભાઈ પટેલ કે આવી સહાય વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે અને સમાજમાં શિક્ષણ પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતું હોવાની લાગણી વ્યકત કરી  હતી. આ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ શાંતિ તેમને અભ્યાસમાં સતત પ્રગતિ કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રોજેક્ટ ઇન્ચાર્જ કુમારી સાંચ વી. અગરિયાના માર્ગદર્શન હેઠળ 1300 જેટલી નોટબૂક અને ડ્રોઈંગ બૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓના ચહેરા પર દેખાતો આનંદ અને ઉત્સાહ સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક સ્પર્શ આપી રહ્યો હતો. કાર્યક્રમ સેવાભાવી વાતાવરણમાં પૂર્ણ થયો હોવાનું સેક્રેટરી રામકરણ તિવારીએ જણાવ્યું હતું. આ  વેળાએ જાયન્ટસ ગ્રુપના સલાહકાર બી.એચ. ગેહાનીખજાનચી હરીશ માહેશ્વરી   વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. 

Panchang

dd