• રવિવાર, 05 જુલાઈ, 2026

પાકિસ્તાની સૂકા પવને કચ્છનાં ચોમાસાંને અટકાવ્યું

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 4 : જૂન માસ કોરોધાકોર પસાર થયા બાદ જુલાઈના આરંભે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મુશળધાર, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જો કે, કચ્છ હજુ તરસ્યું છે. ચોમોસાંએ કચ્છમાં હજુ સત્તાવાર પ્રવેશ પણ કર્યો નથી, ત્યારે તમને જાણીને એ નવાઈ લાગશે કે, કચ્છમાં ચોમાસાંનાં આગમનમાં વિલંબ પાછળ પાકિસ્તાનનું કનેક્શન ધ્યાને આવ્યું છે. પાકિસ્તાનમાં સર્જાયેલા એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે સૂકા ભેજવિહોણા પવનો ફૂંકાવાનાં કારણે કચ્છમાં ચોમાસાંના પ્રવેશ આડે અવરોધ સર્જ્યે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાંએ પ્રવેશ કરી લીધો છે. કચ્છ સહિતના પાંચ જિલ્લા એવા છે કે, જેમાં ચોમાસાંનો પ્રવેશ બાકી છે. હવામન નિષ્ણાતોના મતે જે પાંચ જિલ્લામાં હજુ ચોમાસાંનો પ્રવેશે બાકી છે એ તમામ પાકિસ્તાનની નજીક આવેલા છે. પાકિસ્તાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન  સર્જાવાનાં કારણે સૂકા ભેજવિહોણા પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવનો ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને કચ્છ સહિતના જિલ્લા તરફ આવતાં અવરોધી રહ્યો છે. - વાતાવરણમાં ધીમે ધીમે સુધારો આવશે : રાહતરૂપ બાબત એ છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે સક્રિય થઈ છે. ચોમાસું પણ ગુજરાતમાં સક્રિય જોવા મળી રહ્યું છે. આ કારણે કચ્છમાં પણ વરસાદ વરસવા માટેનો માહોલ ધીમે ધીમે અનુકૂળ બનશે. જુલાઈનાં પ્ર્રથમ પખાવાડિયાં સુધી કચ્છના પ0 ટકાથી વધુ વિસ્તારમાંવાવણીલાયક વરસાદ વરસે તેવું અનુમાન વ્યકત કરાયું છે. - બંગાળની ખાડીની સિસ્ટમ પર મોટી આશા : રાજ્યની સાથે કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસાવવામાં બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની શક્યતા છે, ત્યારે આ સિસ્ટમ કચ્છમાં વરસાદ લાવશે તેવી આશા જાગી છે. - રાજ્યમાં વરસાદની સૌથી વધુ ઘટ કચ્છમાં : હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં સામાન્ય રીતે અત્યાર સુધી 62 મિ.મી. વરસાદ પડવો જોઈએ, તેની સામે માંડ 1.પ મિ.મી. વરસાદ જ પડયો છે. એટલે કે, વરસાદની 98 ટકાની મોટી ઘટ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. કચ્છ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વરસાદની ઘટ વધુ જોવા મળી છે. કચ્છ ઉપરાંત રાજસ્થાનના જિલ્લાઓ કે જે પાકિસ્તાનની નજીક આવેલા છે ત્યાં પણ ચોમાસાંના પ્રવેશમાં વિલંબ થયો છે. 

Panchang

dd