• રવિવાર, 05 જુલાઈ, 2026

અદાણી પર કેસ કરવો જોઈતો નહોતો, અમેરિકાએ ભૂલ માની

વોશિંગ્ટન, તા. 4 : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સંબંધમાં ભૂલ કબૂલી લેતાં અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, અદાણી પર કેસ જ નોંધવો નહોતો જોઈતો. સંઘીય અદાલતમાં દાખલ કરેલા જવાબમાં ન્યાય વિભાગે કબૂલાત કરી હતી કે, મામલો આખો કાનૂનીરૂપે કમજોર હતો. આ કેસ એક વર્ષ પહેલાં જ પૂરો કરી નાખવાની જરૂર હતી. અરે, આ કેસ શરૂ જ કરવા જેવો નહોતો. અમેરિકાના ન્યાય વિભાગે અદાલતને સોંપેલા 10 પાનાંના જવાબમાં જણાવ્યું હતું કે, આ મામલો અમેરિકી વિદેશનીતિનાં હિતોની વિરુદ્ધ હતો. ભારતીય અધિકારીઓ દ્વારા તપાસમાં પણ કોઈ કાર્યવાહી કરવા જેવું ખોટું કૃત્ય સામે આવ્યું નથી. 

Panchang

dd