• રવિવાર, 05 જુલાઈ, 2026

ઈંગ્લેન્ડની ભારત સામે ચાર વિકેટે જીત

માન્ચેસ્ટર, તા. 4 : ઈંગ્લેન્ડ સામે શ્રેણીની બીજી ટી20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે જીત માટે 191 રનનું લક્ષ્ય રાખ્યું હતું. મેચમાં વૈભવ સુર્યવંશીએ પદાર્પણ કર્યું હતું. જો કે આ તકનો લાભ ન લઈ શકતા 14 રને આઉટ થયો હતો. 191 રનના લક્ષ્ય સામે પહેલી જ ઓવરમાં ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી હતી. જો કે બાદમાં જેકોબ બેથેલની અર્ધસદી અને હેરી બ્રુક તેમજ ટોમ બેન્ટનની મહત્વની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડને વિકેટે જીત મળી હતી.  ઈંગ્લેન્ડની ઈનિંગની શરૂઆતે પહેલી જ ઓવરમાં અર્શદીપે બે ઝટકા આપ્યા હતા. જેમાં ફિલ સાલ્ટ અને જોસ બટલરને આઉટ કરીને શાનદાર શરૂઆત કરી હતી. જો કે બાદમાં હેરી બ્રુકે તાબડતોડ બેટિંગ કરતા 15 બોલમાં 39 રન કર્યા હતા. જેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. બ્રુક બાદ જેકોબ બેથેલ અને ટોમ બેન્ટોન વચ્ચે 67 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. ભાગીદારીને તોડતા અર્શદીપે બેન્ટોનની વિકેટ લીધી હતી. બાદમાં વીલ જેક્સ પણ નવ રને આઉટ થયો હતો. જો કે જેકોબ બેથલે તાબડતોડ ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. બેથલે 46 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 76 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ સામે બીજા ટી20 મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા અભિષેક શર્માના 43 અને ઈશાન કિશનના 49 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 190 રન કર્યા હતા. મેચમાં સંજૂ સેમસનની જગ્યાએ વૈભવ સુર્યવંશીને ડેબ્યુની તક અંતે મળી હતી અને વૈભવ સચિનને પાછળ છોડીને સૌથી નાની વયે ડેબ્યુ કરનારો ખેલાડી બન્યો હતો. જો કે પહેલા મેચમાં સુર્યવંશીનું બેટ વધુ બોલ્યું નહોતું અને 10 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો. બાદમાં અભિષેક શર્મા 24 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈશાન કિશને આ દરમિયાન સૂઝબૂઝની રમત બતાવી હતી. ઈશાન અને શ્રેયસ અય્યર વચ્ચે 65 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. ઈશાને 49 અને શ્રેયસ અય્યરે 37 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે તિલક વર્માએ અંતિમ ઓવરોમાં 11 બોલમાં 24 રન કરીને સ્કોર 190 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. 

Panchang

dd