• રવિવાર, 05 જુલાઈ, 2026

કોટડા આથમણા - ઉગમણા વચ્ચે પુલની `પાણાબંધી' હટાવવા માંગ

કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 4 : આ ગામે આથમણા - ઉગમણા વચ્ચે અવરજવર માટેના પુલમાં તંત્ર દ્વારા `પાણાબંધી' કરાતાં ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેના માટે રાજ્યમંત્રી સમક્ષ આ સમસ્યા નિવારવા માંગ કરાઈ છે. કોટડા આથમણાથી ઉગમણા ગામે અવરજવર માટેનો પુલ બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉગમણા ગામે દવાખાના, બેંક, હાઈસ્કૂલ, અંગ્રેજી સ્કૂલ, એસ.ટી. બસ સહિતનો વાહન વ્યવહાર સહિતની સુવિધા હોવાથી આથમણા ગામ, કૈલાસનગર, સણોસરા વગેરેના લોકો, પ્રસૂતા બહેનો સહિતને સમસ્યા નડી રહી છે. બંને ગામ વચ્ચે બનાવાયેલ ડાયવર્ઝન, મહેશ્વરીવાસ સ્મશાનવાળો માર્ગ ગલી - ગુંચીવાળો હોવાથી ફોરવ્હીલ વાહનો નીકળી શકતા નથી. આ મુદ્દે જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ માકાણીએ વિવિધ તંત્ર પાસે રજૂઆત કરી હતી, તો ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી બી. કે. પટેલે પણ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સમક્ષ રજૂઆત કરી સમસ્યા ઉકેલવા માંગ કરી છે. 

Panchang

dd