સિડની, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠથી
10 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાની યાત્રાએ
જવાના છે. આ યાત્રા પહેલાં મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર પીએમ મોદી સંબંધિત ધમકી બાદ ઓસ્ટ્રેલિયન
સુરક્ષા અધિકારી સતર્ક બન્યા છે અને તપાસ શરૂ કરી છે. દરમ્યાન મોદીની હત્યાની ધમકી આપનાર યુવકની 72 કલાકમાં જ ધરપકડ કરી લઈ, છપરા સાયબર પોલીસ બેંગ્લોરથી છપરા લાવી હતી.
ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સતર્ક બની શોધ આદરી હતી. પીએમ
મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નવમી જુલાઈના `મેલબર્ન મીટ્સ મોદી' કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં
હુમલાની ધમકી મળી છે. ઈવેન્ટને પ્રમોટ કરતી
એક પોસ્ટ નીચે અબુ મુસ્તફા નામના ફેસબુક
એકાઉન્ટમાંથી લખવામાં આવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની
છતને બંધ રાખવી જોઈએ, બાકી મોદી પોતાનાં મોત માટે ઓસ્ટ્રેલિયા
આવી રહ્યા છે. આ ધમકી સામે આવતાં જ ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી હતી.