મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 4 : પાવરપટ્ટીના
અતિ મહત્ત્વના જોડતા હાઇ-વે પરના ખાડા જોખમી પુરવાર થઇ રહ્યા છે. મોટી વિરાણીના સોનાપુર
પાસેના આ વળાંક પર છેલ્લા ઘણા દિવસોથી આ ખાડા દિનબદિન મોટા થઇ રહ્યા છે. પાવરપટ્ટી
વિસ્તાર ઉપરાંત ખાવડા, સફેદ રણને
જોડતા આ રસ્તા પર રોજના નાના-મોટા વાહનો ઉપરાંત પવનચક્કીના પુરજા તેમજ અન્ય ભારવાહક
વાહનો અવર-જવર કરે છે. એક વળાંક અને બીજાં ગાબડાં આ ગાબડાં બચાવવાં કોઇ વાહન રોંગસાઇડમાં
નીકળે તો અહીં અકસ્માતની પણ સંભાવના રહે છે. તંત્ર આ ખાડાની જલ્દી મરંમત કરે તે જરૂરી
છે. ચોમાસાંની સિઝન આવી રહી છે ત્યારે વરસાદનાં કારણે આ ખાડામાં પાણી ભરાશે તો રસ્તાને
વધારે નુકસાનીની પણ સંભાવના રહેલી છે.