• રવિવાર, 05 જુલાઈ, 2026

આર્જેન્ટિના નોકઆઉટમાં : કેપ વર્ડેની નૈતિક જીત

મિયામી, તા. 4 : મિયામી સ્ટેડિયમમાં રમાયેલા ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કેપ વર્ડેને એક્સ્ટ્રા ટાઇમ સુધી ચાલેલા ખૂબ જ રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવ્યું હતું. નિર્ધારિત 90 મિનિટમાં બન્ને ટીમ 1-1ની બરાબરીએ હતી. બાદમાં એક્સ્ટ્રા ટાઇમમાં ગોલનો વરસાદ થયો હતો. અંતમાં ક્રિસ્ટિયન રોમેરોના જાદુઈ હેડરની મદદથી આર્જેન્ટિનાએ પ્રિક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં હવે ઈજીપ્ત સામે મેચ રમાશે.  મેચની 29મી મિનિટે લિયોનેલ મેસ્સીએ ગોલ ફટકારતા મિયામીનું આખું સ્ટેડિયમ મેસી-મેસીના નારાથી ગુંજી ઉઠયું હતું. આર્જેન્ટિનાને 1-0થી શરૂઆતી સરસાઈ મળી હતી. બીજી બાજુ કેપ વર્ડેએ પણ હાર માની નહોતી અને સતત પ્રહાર કર્યા હતા. મેચની 59મી મીનિટે ડેરોએ ડુઆર્ટેએ સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. નિર્ધારિત 90 મિનિટમાં બન્ને ટીમ વધુ ગોલ કરી શકી નહોતી અને મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગયો હતો. 92મી મિનિટે આર્જેન્ટિનાએ ગોલ કરીને સ્કોર 2-1થી આગળ કર્યો હતો. આ દરમિયાન કેપ વર્ડેએ વાપસી કરતા 103મી મીનિટે સ્કોર 2-2ની બરાબરીએ કર્યો હતો.  મેચ જ્યારે પેનલ્ટી શૂટઆઉટ તરફ આગળ વધતો લાગી રહ્યો હત ત્યારે 111મી મિનિટે આર્જેન્ટીનાના અનુભવે બાજીપલટી હતી. આર્જેન્ટિનાને મળેલા કોર્નર ઉપર કેપ્ટન મેસીએ બોલને બોક્સ વચ્ચે પાસ કર્યો હતો અને ત્યાં ક્રિસ્ટિયને હવામાં ઉછળીને બુલેટ હેડર માર્યું હતું અને ગોલ થયો હતો. આર્જેન્ટિનાની 3-2ની નિર્ણાયક સરસાઈ અંત સુધી રહી હતી અને મેચમાં જીત મળી હતી.  

Panchang

dd