ભુજ,
તા. 15 : અદાણી સંચાલિત જી.
કે. જનરલ હોસ્પિટલમાં દર વર્ષે 7મી જૂનના ઊજવાતા વિશ્વ
ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમના રોગ અનુસાર
સુરક્ષિત, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત
કરવા માટે વ્યવહારુ અને વિજ્ઞાન આધારિત નિયમોનું ચુસ્ત પાલન કરવા કિચન સ્ટાફને ડાયેટીશિયન
દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડાયેટીશિયન તન્વી મજેઠિયા અને પૃથ્વી લખલાણીએ
કિચન સ્ટાફને કેપ અને માસ્ક તથા હાથ મોજાં પહેરીને રસોઈ કરવી, રસોઈ બનાવતા પહેલાં અનાજ બરાબર સાફ કરવું, શાકભાજી ધોઈને
વાપરવાં અને કૂકની પોતાની સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે પેકેટવાળા ખોરાકની
ઉત્પાદન, એક્સપાયરી ડેટ અને ખાદ્ય સુરક્ષા માટે નિયત લોગો જિજઅઈં
(ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને માનક પ્રાધિકરણ તથા વેજ અને નોન
વેજનો લોગો ચકાસીને ખરીદી કરવા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.